Thu Jun 18 2026

Logo

ઈરાનના નવા 'સુપ્રીમો' કોણ? ખામનેઈના મૃત્યુ બાદ ઉત્તરાધિકારી અંગે સસ્પેન્સ, ઈઝરાયલની ખુલ્લી ધમકી

Tehran   2026-03-08 18:20:02
Author: Mumbai Samachar Team
Article Image

તહેરાનઃ ઈરાન ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં સુપ્રીમો ખામનેઈનું મૃત્યું થતા ઈરાનમાં શોકનો માહોલ હતો. બદલો લેવાની આગ વચ્ચે વાવડ એ મળી રહ્યા છે કે, ખામનેઈ બાદ લીડરને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ વ્યક્તિ કોણ એમનું નામ જાહેર થાય એની રાહ જોવાઈ રહી છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે એવી ચેતવણી ઉચ્ચારી છે કે, ઈરાનના આગામી લીડર કોઈપણ હોય એમને ટાર્ગેટ કરવામાં આવશે. ઈઝરાયલના મીડિયા રીપોર્ટ અનુસાર ઈઝરાયલ સેનાએ જણાવ્યું હતું કે, ઈઝરાયલ સરકાર દરેક ઉત્તરાધિકારી અને દરેક વ્યક્તિનો પીછો કરશે જે ઉત્તરાધિકારીને નિયુક્ત કરવા માગે છે અને સમર્થન આપવા માગે છે. 

અમેરિકા પાસેથી બદલો લેશે ઈરાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ પહેલા પણ કઈ ચૂક્યા છે કે, ઈરાનના આગામી લીડરની નિયુક્તિમાં અમેરિકાની મંજુરી લેવી પડશે. બીજી તરફ ઈરાની નેતા અલી લારીજાનીએ ટ્રમ્પને ચેતવણી આપી છે કે, ઈરાન કોઈ રીતે સમાધાન નહીં કરે. સુપ્રીમો અયાતુલ્લાહ અલી ખામનેઈની હત્યાનો બદલો લેવામાં આવશે. એમના મૃત્યુની કિંમત અમેરિકા ચૂકવશે. ટ્રમ્પે આવી ધમકીઓને ફગાવીને યુદ્ધમાં લડી લેવાના એંધાણ આપ્યા છે.

અલી લારીજાની સિક્યોરિટી ચીફ છે અને તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાએ ઈરાનનું નિવેદન ઉલટસુલટ કરીને દુનિયા સમક્ષ મૂક્યું છે. ઈરાનની પ્રતિક્રિયાને ખોટી રીતે રજૂ કરી છે. ટ્રમ્પ હવે ખોટી રીતે ફસાઈ ગયા છે. એમને એવું લાગે છે કે, જે વેનેઝુએલામાં કર્યું એવું ઈરાનમાં કરી શકાય છે. આવું બિલકુલ નથી. 

ઈઝરાયલ લડી લેવાના મૂડમાં

ઈરાનના મીડિયા રીપોર્ટ અનુસાર ઈરાનના એસેંબ્લી ઓફ એક્સપર્ટે દેશના નવા સુપ્રીમોની પસંદી કરી લીધી છે. આ માટે આ નવા નેતાને બહુમતી મળી છે. એસેંબ્લી સભ્ય મીરબહાગેરીએ જણાવ્યું હતું કે, નવા સુપ્રીમોને લઈ હજુ કોઈ પ્રક્રિયા પૂરી થઈ નથી તેથી જાહેરાત કરવામાં આવી નથી. હાલના સમયમાં સ્થિતિ ઈરાનની તણાવભરી છે ત્યારે અમેરિકા ઈરાનની દરેક મુવમેન્ટ પર નજર રાખી રહ્યો છે.

હાલમાં ઈરાનમાં લીડરશીપ કાઉન્સિલથી નેતૃત્વ થઈ રહ્યું છે. યુદ્ધના માહોલમાં ઉતાવળે કોઈ સુપ્રીમોનું નામ જાહેર કરવું જોખમ ભર્યું છે. બીજી તરફ ઈઝરાયલ ફોર્સે સ્પષ્ટતા કરી છે કે, લીડર પસંદગીની પ્રક્રિયામાં જોડાનારા કોઈ પણને છોડાશે નહીં. દરેક વ્યક્તિને સૈન્યનનો ટાર્ગેટ જ માનવામાં આવશે. 

લારીજાની સૌથી પ્રભાવી નેતા

લારીજાનિએ જણાવ્યું હતું કે, ઈરાન સાથે અમેરિકાએ જે કર્યું એ ખોટું કર્યું છે. સુપ્રીમોની હત્યા કરી અને 1000થી વધારે નાગરિકોને મોતને ઘાટ ઊતાર્યા છે. અમેરિકાએ આ યોગ્ય નથી કર્યું. સુપ્રીમો નેતાનો બદલો જ્યાં સુધી નહીં લઈએ ત્યાં સુધી ઈરાન કોઈ કાળે નરમ વલણ નહીં અપનાવે. હાલમાં લારીજાનિને ઈરાનના સૌથી પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે.

આ વાત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, મને ઈરાની અધિકારીની વાતથી કોઈ ફેર પડતો નથી. મને ખબર છે તેઓ કઈ દિશામાં અને કોની વાત કરી રહ્યા છે. આ પહેલા પણ ઈરાન હારી ચૂક્યું છે. જોકે, નવા સુપ્રીમોને જાહેર કરવા કે નહીં અને અમેરિકાને પાઠ ભણવવા કઈ રણનીતિ યોજવી એ અંગે ઈરાનમાં ચર્ચા શરૂ થઈ છે. નામના સસ્પેન્સ વચ્ચે હવે યુદ્ધ એક નિર્ણાયક સ્થિતિમાં પહોંચ્યું છે.