નવી દિલ્હી/તહેરાન/વોશિંગ્ટનઃ ઈરાન યુદ્ધનો આજે 17મો દિવસ છે, પરંતુ આ યુદ્ધમાંથી ન તો ઈરાન કે ન તો અમેરિકા-ઈઝરાયલ હાથ ઊંચા કરી રહ્યા છે. શાંતિ-અશાંતિના માહોલ વચ્ચે નાગરિકો પીસાઈ રહ્યા છે, પરંતુ મહાસત્તાઓ જાણે રોજ નવો હથિયારો લઈને હિંસક હુમલાઓ કરી રહ્યા છે. ઈઝરાયલ-અમેરિકાના હુમલા પછી ઈરાન પોતાના પ્રદેશને ડિફેન્સ કરવાની સાથે સાથે હોર્મુઝ ખાડીનો ઉપયોગ કર્યો છે. અમેરિકા-ઈઝરાયલ સહિત દુશ્મના દેશના જહાજોને રોકીને ઓઈલ-ગેસનું માનવસર્જિત સંકટ ઊભું કર્યું છે, જેનાથી એશિયાઈ દેશોની સાથે હવે આગ અમેરિકા-યુરોપ સુધી પણ પહોંચી શકે છે.
ચીન અને નાટોએ આપ્યો જોરદાર ઝટકો
28 ફેબ્રુઆરીથી શરુ થયેલા જંગમાં ઈરાનની પોતાની એર ડિફેન્સ સિસ્ટમ ખતમ થઈ ગઈ છે, જ્યારે એરફોર્સના પણ અનેક ઠેકાણા ખતમ કરી નાખ્યા છે. 28 ફેબ્રુઆરીથી શરુ થયેલા યુદ્ધમાં ઈરાને પોતાના સુપ્રીમો લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇને ગુમાવ્યા છે. એના સિવાય ટોચના 40 કમાન્ડર પણ માર્યા ગયા છે, પરંતુ હવે યુદ્ધમાં અમેરિકા-ઈઝરાયલ કરતા ઈરાનનું પલડું ભારે થઈ રહ્યું છે. ચારેતરફ એક પછી એક મિસાઈલ હુમલા પછી પણ ઈરાનમાં તખ્તાપલટ સિવાય બીજું કંઈ અમેરિકા કરી શક્યું નતી. અમેરિકાએ ચીન અને પોતાના નાટો સહયોગીઓ પાસે પણ મદદ માગી છે, પરંતુ તેમણે હાથ ઊંચા કરી દીધા છે.
ઈરાન કઈ રીતે બાજી પલટી નાખી જાણો મુદ્દા
. અમેરિકા-ઈઝરાયલ સામેના યુદ્ધ્માં ઈરાને લાંબા સમય સુધી યુદ્ધ ચાલે એની યોજના બનાવી દીધી છે જેને મોજેક ફોર્મ્યુલા નામ આપ્યું છે, જેના અન્વયે સેનાએ તમામ યુનિટને પોતાની મેળે નિર્ણય લેવા મંજૂરી આપી છે જેની અસર વિસ્તૃતપણે જોવા મળી છે. મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ થવા છતાં ઈરાન અમેરિકાના સહયોગી રાષ્ટ્રોને નિશાન બનાવી રહ્યું છે. ઈરાન નાના-નાના ડ્રોનથી આરબ રાષ્ટ્રો પર હુમલા કરતા સંકટ વધાર્યું છે.
. આર્થિક નાકાબંધીનો પ્લાન તૈયાર કર્યો છે, જે અન્વયે ઈરાનએ હોર્મુઝ સ્ટ્રેટને ઘેરી લીધું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝ જનારા જહાજોને પહેલા તો એસ્કોર્ટ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ પછી પીછહેઠ કરી હતી. બીજી બાજુ હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને ઘેરી લીધી પછી સમગ્ર રસ્તો બ્લોક કર્યો અને હોર્મુઝની નીચે સુરંગ બીછાવી દીધી છે.
. અમેરિકાના હુમલાની વાસ્તવિકતા બતાવતા ઈરાનએ અમેરિકન મીડિયા સીએનએનને તહેરાનમાં એન્ટ્રી આપી. સીએનએનએ ટ્રમ્પ પ્રશાસન અને સરકાર વિરુદ્ધ જોરદાર રિપોર્ટિંગ કર્યું, જેમાં ઈરાનની સ્કૂલમાં મરનારી બાળકીનો રિપોર્ટ પણ સમાવેશ થાય છે. સીએનએનએ પુરાવા આપ્યા જેમાં અમેરિકાના હુમલામાં મિનાબ સ્કૂલના બાળકો માર્યા ગયા હતા. આ બાળકોની સંખ્યા 160થી વધુ હતી, જેનાથી ટ્રમ્પ સરકારની છબિ ખરાબ થઈ ગઈ.
. ઈરાનના વિદેશ પ્રધાન રોજ ઈન્ટરવ્યૂ આપીને બ્રીફિંગ કરીને ઈન્ટરવ્યૂ આપે છે. ઈરાનની આ કોશિશ ઈઝરાયલ વિરુદ્ધ ઈરાનનું છે. આયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા પછી અમેરિકા અને ઈઝરાયલને અપેક્ષા હતી કે ઈરાનના લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શનો કરશે, પરંતુ એમ થયું નહીં. એ જ રીતે અમેરિકાએ ઈરાનને ખતમ કરવા માટે કુર્દ્સ સેનાનો સંપર્ક કર્યો હતો, ઈરાનને એ ગેમને પણ ઊંધી કરી દીધી.
. ટ્રમ્પએ ખાસ કરીને ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને યુનાઈટેડ કિંગડમને ટેકો આપવાની અપીલ કરી હતી. જોકે, બ્રિટને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમનો દેશ મધ્ય પૂર્વના કોઈ પણ યુદ્ધમાં ભાગ લેશે નહીં. હવે અમેરિકા નાટો અને ચીન જેવા દેશોની મદદ માગે છે, પરંતુ એમાં પણ ટ્રમ્પનું ગણિત ઊંધું પડ્યું છે. દરમિયાન જર્મનીના ચાન્સેલરે કહ્યું છે કે આ યુદ્ધ નાટોનું નથી. નાટોને આ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. દરમિયાન રશિયાને ધમકી ઈઝરાયલે કહ્યું છે કે જો રશિયા અમને ટાર્ગેટ કરશે તો અમે પણ રશિયન અધિકારીને નિશાન બનાવીશું.