Thu Jun 18 2026

Logo

આઈપીએલ-2026ના સમયપત્રક પર આવી ગઈ નવી અપડેટ...

2026-02-24 21:26:52
Author: Ajay Motiwala
Article Image

AI Generated Images


એક ખાસ કારણસર બીસીસીઆઇ બે તબક્કામાં તારીખોની કરશે જાહેરાત

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2026ની સીઝનનું શેડ્યૂલ ક્યાં સુધીમાં જાહેર કરાશે અને આ વખતે કેમ બે રાઉન્ડમાં સમયપત્રકની જાહેરાત કરવામાં આવશે એ વિશે અપડેટ મળ્યું છે.

આઇપીએલની 19મી સીઝનનું સમયપત્રક કદાચ બે અલગ તબક્કામાં જાહેર થશે. કહેવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળ સહિત ત્રણ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી (ELECTION)ને લીધે બીસીસીઆઇ આગામી સીઝનનું શેડ્યૂલ અડધા-અડધા ભાગમાં ઘોષિત કરશે. એટલું નક્કી છે કે આઇપીએલની આગામી સીઝન 26મી માર્ચથી 31મી મે સુધી યોજાવાની છે.

આગામી વિધાનસભા ચૂંટણી પશ્ચિમ બંગાળ ઉપરાંત તમિળનાડુ અને આસામમાં યોજાવાની છે. એ જ કારણસર ભારતીય ક્રિકેટ બોર્ડ પહેલાં અડધું શેડ્યૂલ જાહેર કરશે અને પછીથી બીજા સમયપત્રકની જાહેરાત કરશે. એવું મનાય છે કે પહેલા રાઉન્ડમાં વીસથી પચીસ મૅચ રાખવામાં આવશે અને એની તારીખો તથા હરીફ ટીમોની જાહેરાત ફેબ્રુઆરીના અંત સુધીમાં થવાની સંભાવના છે.

પહેલા બે-ત્રણ અઠવાડિયા દરમ્યાન મૅચ એ રાજ્યોમાં રાખવામાં આવશે જ્યાં ચૂંટણી નથી યોજાવાની. જે રાજ્યોમાં ચૂંટણી થશે ત્યાં મતદાન અને મત ગણતરી થઈ ગયા પછી ત્યાંની મૅચો તેમ જ અન્ય મૅચોના બાકીના શેડ્યૂલ પછીથી કરાશે.