મુંબઈઃ ક્રિકેટ અને બોલિવૂડની સેલિબ્રિટિના ફોલોઅર્સની સમયાંતરે ખૂબ ચર્ચા થતી હોય છે. ઘણીવાર એવી ચર્ચા થાય છે કે, કોના ફોલોઅર્સ સૌથી વદધારે છે. પણ ઈન્સ્ટાગ્રામ પર એક ઘટના એવી બની છે જેને સૌને ચોંકાવી દીધા છે. ઈન્ફ્લુએંસરથી લઈને સેલિબ્રિટી સુધી દરેકના ફોલોઅર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
આ કોઈ નાનો અમથો ઘટાડો નથી. રાતોરાત ફોલોઅર્સમાં ઘટાડો થતા અનેક પ્રકારની વાતો થઈ રહી છે. સિલિબ્રિટીની સાથે કેટલાક ડિજિટલ કોન્ટેટ ક્રિએટર્સના એકાઉન્ટમાંથી પણ ફોલોઅર્સ ઘટી ગયા છે. એવું કહેવાય રહ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ પર જે ફેક એકાઉન્ટ, પેજ, ઈન એક્ટિવ અથવા બોટ એકાઉન્ટ હતા એને ક્લિનઅપ કરવાનું મેટાએ ચાલું કરી દીધું છે.
કોના કોના ફોલોઅર્સ ગયા?
કંપનીએ આ અંગે ખાસ કોઈ વિગત શેર કરી નથી. ઘણા સેલેબ્સ અને ઈન્ફ્લુએંસર એવા છે જેના મિલિયન્સમાં ફોલોઅર્સ ઘટી ગયા છે. આ યાદીમાં વિરાટ કોહલી, પ્રિયંકા ચોપરા, કાઈલી જેનર,સેલેના ગોમેઝ, ટેલર સ્વિફ્ટ, બિયોન્સ અને જસ્ટિન બિબરનો સમાવેશ થાય છે. આના પર લોકોના અનેક પ્રકારના રીએક્શન જોવા મળ્યા છે.
યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે,જે થયું એ સારૂ થયું ફેક ફોલોઅર્સ સાથે આગળ વધતા લોકો આ એક અરીસો છે. માત્ર ફોલોઅર્સ જ નહીં એંગ્જમેન્ટને લઈને પણ ઘણી ચર્ચા શરૂ થઈ રહી છે. વિરાટ કોહલીના એકાઉન્ટમાંથી જ 2 મિલિયન ફોલોઅર્સ ઘટી ગયા છે. પ્રિયંકા ચોપરાના એકાઉન્ટ પરથી 1 મિલિયમ ફોલોઅર્સ ઘટી ગયા છે. ટેલર સ્વિફ્ટના પેજ પરથી 4 મિલિયન ફોલોઅર્સ ઘટી ગયા છે. રોનાલ્ડોના પેજ પરથી 6 મિલિયન ફોલોઅર્સ ઘટી ગયા છે.
કોઈએ ખુલીને વાત ન કરી
વિરાટ કોહલીના હાલ 273 મિલિયન અને પ્રિયંકા ચોપરાના 92.9 મિલિયન ફોલોઅર્સ, લિયોનલ મેસીના 50.7 છે. આ આંકડો ફોલોઅર્સ ઘટ્યા પછીનો છે. ફોલોઅર્સ ઘટના પાછળનું કારણ કંપનીએ જાહેર કર્યું નથી.આ ઘટનાથી સોશિયલ મીડિયા લોકપ્રિયતા અને રીયલ ફેન્સ વચ્ચે એક પ્રકારની જાણે સોશિયલ મીડિયા જંગ શરૂ થઈ હોય એવું લાગી રહ્યું છે.
ફોલોઅર્સ ઘટી જવા પર કોઈ સેલેબ્સ કે ખેલાડીઓએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. ભારત જ નહીં દુનિયાભરમાં ખેલાડી કે સેલિબ્રિટી ફોલોઅર્સ વધારવા માટે લાલચ અને સોશિયલ મીડિયા ઈમ્પ્રેશન પર ક્યારેય ખુલીને વાત કરતા નથી. એમના એકાઉન્ટ પર અસલી ફેન્સ છે, બોટ છે કે ડમી છે એ અંગે કોઈ સ્પષ્ટતા કરતું નથી.
સેલેબ્સ અને રમતગમત જગતના ખેલાડીઓ માત્ર પોતાના ક્ષેત્રમાં જ બેસ્ટ નથી આપતા, એમની ડિજિટલ બ્રાંડ વેલ્યું પણ હોય છે. એમની સાથે એડ એજન્સીઓ કરોડો રૂપિયાના સોદા કરતી હોય છે. ફોલોઅર્સનો ટ્રાફિક જોઈને એમને એસાઈમેન્ટ મળતા હોય છે. માર્કેટ વલ્યું આમાંથી મળતી હોય છે. હવે જે ઓછા થયા એ કોણ, કેમ અને કેવી રીતે અંગે કોઈએ ફોડ પાડ્યો નથી.