ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી, રવિવારે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમની 76 રનથી મોટી હાર થઇ. વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમે ઝીમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચ મોટા અંતરથી જીતવી પડશે, આ બંને મેચોમાં ભારતીય ટીમની પ્લેઇંગ-11માં કેટલાક મોટા ફરફાર જોવા મળી શકે છે.
ભારતીય હવે ઝિમ્બાબ્વે સામે 26 ફેબ્રુઆરીના રોજ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમશે રમશે. આમ તો ઝિમ્બાબ્વેને નબળી ટીમ માનવામાં આવે છે, પરંતુ આ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં તે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમોને હરાવી ચુકી છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે પોતાનાના બેસ્ટ ખેલાડીઓને મેદાને ઉતારશે.
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સ્પિનર ફ્રેન્ડલી માનવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં ત્રણ સ્પિનરોને સ્થાન આપવામાં આવી શકે છે. કુલદીપ યાદવ અને અક્ષર પટેલ ટીમમાં કમબેક કરી શકે છે, જ્યારે વોશિંગ્ટન સુંદરને બહાર બેસવું પડી શકે છે.
અભિષેક શર્માને હજુ એક તક મળશે?
T20 વર્લ્ડ કપ અભિષેક 2026માં અભિષેક નિષ્ફળ રહ્યો છે, તે અત્યાર સુધી અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. ભરતીય ક્રિકેટ ચાહકો માંગ કરી રહ્યા છે કે અભિષેકને બદલે સંજુ સેમસનને સ્થાન આપવામાં આવે. પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ અભિષેકને હજુ એક તક આપી શકે છે, ઝીમ્બાબ્વે જેવી પ્રમાણમાં નબળી ટીમ સામે એક મોટી ઇનિંગ રમીને અભિષેક તેનું ફોર્મ પાછુ મેળવી શકે છે. સંજુ સેમસનને હજુ પણ રાહ જોવી પડશે.
ઝિમ્બાબ્વે સામે ભારતની સંભવિત પ્લેઈંગ-11
અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.