Wed Jul 29 2026

Logo

ભારત-પાક મેચને મળી રેકોર્ડબ્રેક ડિજિટલ વ્યુઅરશીપ! આટલા કરોડ લોકોએ મેચ જોઈ

2026-02-20 17:00:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, આ મેચમાં વ્યુઅરશીપના ઘણાં રેકોર્ડ તૂટ્યા હતાં. T20 વર્લ્ડ કપ 2026 ના ઓફિશિયલ ડિજિટલ અને બ્રોડકાસ્ટર JioStar એ જાહેરાત કરી છે કે JioHotstar પ્લેટફોર્મ ભારત vs પાકિસ્તાન મેચને 163 મિલિયન(16.3 કરોડ)ની ડિજિટલ રીચ મળી છે, જે ICC ની T20 ફોર્મેટની ઇવેન્ટની કોઈ મેચને મળેલી અત્યાર સુધીની વધુ રીચ છે.  

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત vs પાકિસ્તાન મેચની વ્યુઅરશીપ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલની મેચની વ્યુઅરશીપને વટાવી ગઈ. 

આ મેચમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માં રમાયેલી ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ કરતા 56% વધુ રીચ મળી. મોબાઇલ પર આ મેચને કોઈપણ ICC T20 ઇવેન્ટની લીગ સ્ટેજમાં રમાયેલી મેચ કરતા વધુ રીચ મળી.
જીઓ સ્ટારના જણાવ્યા મુજબ આ મેચને તમામ સ્ક્રીન મળીને કુલ 20 અબજ મિનિટ સુધી જોવામાં આવી હતી, આ અગાઉની ભારત વિરુદ્ધ પાક મેચ કરતા 42% વધુ છે.

અહેવાલ મુજબ વર્લ્ડ કપ શરુ થાય એ પહેલા થયેલા વિવાદને કારણે આ મેચ માટે ઉત્સાહ વધ્યો હતો. પાકિસ્તાન સરકારે શરૂઆતમાં જાહેરાત કરી હતી કે ટીમ કોલંબોમાં ભારત સામે મેચ નહીં રમે, પરંતુ લાહોરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ અને ICCના ઉપાધ્યક્ષ ઇમરાન ખ્વાજા સાથે વાટાઘાટો થઇ હતી, ત્યાર બાદ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો.