અમદાવાદઃ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં બોલિવૂડના સેલેબ્સથી લઈને ક્રિકેટની દુનિયાની જાણીતી હસ્તીઓ અમદાવાદ મેચ જોવા માટે આવી પહોંચી હતી. ભારતીય ક્રિકેટ ટીમના બે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. રોહિત શર્મા પોતાની પત્ની રિતિકા સાથે આવ્યા હતા. બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ સોનલ ચૌહાણ પણ અમદાવાદમાં રમાઈ રહેલી મેચને જોવા માટે પહોંચી હતી, જ્યારે ઈન્ટરનેશન પોપ સિંગર રિકી માર્ટિને T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં મારીયા-મારીયા અને ચિકી બમ બમ ગીત પર ક્રિકેટ ફેન્સને મોજ કરાવી દીધી.
ક્રિકેટ સ્ટેડિયમમાં વાગ્યું ઈશ્ક તેરા તડપાવે
સોશિયલ મીડિયા પર રિકી માર્ટિનનો સુખવિંદર પાજીના અવાજમાં ડાન્સવાળો વિડિયો વાયરલ થયો હતો, જેમાં તે નરેન્દ્ર મોદી સ્ટોડિયમમાં ફેન્સ વચ્ચે પંજાબી ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ક્લોઝિંગ સેરેમનીમાં સુખવિંદર સિંહે ઈશ્ક તેરા તડપાવે ગીત શરૂ થતાં જ ફેન્સે મસ્ત પ્રતિસાદ આપી સ્ટેડિયમને ગુંજતું કર્યું હતું. એ પછી તારે ગીન ગીન ગીત શરૂ થતા ક્રિકેટ પ્રેમીઓ થિરકવા લાગ્યા હતા. એ પછી સૌદા ખરા-ખરા ગીતમાં લોકો ઝૂમી ઊઠી ગયા હતા. ક્રિકેટના સ્ટેડિયમમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ફાલ્ગુની પાઠકે પોતાના અલગ અંદાજમાં ગીત લલકાર્યા હતા. `મૈંને પાયલ હૈ છન્કાઈ...' અને `ઓ પિયા' શરૂ થતાં જ પ્રેક્ષકોએ પોતાની જૂની યાદ તાજા કરી હતી. જ્યારે કવિતા ક્રિષ્નમૂર્તિએ પણ રાષ્ટ્રગાન ગવડાવ્યું હતું.
જયા કિશોરી પહોંચ્યા અમદાવાદ
જાણીતા કથાકાર જયા કિશોરી પણ મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. ઈન્ડિયા જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જયા કિશોરીએ કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમમાં દરેક પ્લેયર ખૂબ જ ટેલેન્ટેડ છે. હું ટીમને સપોર્ટ કરવા માટે આવી છું. દરેક ખેલાડી પોતાના 100 ટકા આપશે તો આપણે અવશ્ય આ ફાયનલ મેચ જીતી જઈશું. બીજી તરફ સિનિયર ક્રિકેટર અને પોતાના અલગ અંદાજ માટે જાણીતા સુનિલ ગાવસ્કર પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચ્યા હતા. બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ પ્રિતી ઝિન્ટા પણ અમદાવાદ એરપોર્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેચ જોવા માટે પહોંચી હતી. આંધ્ર પ્રદેશના મંત્રી લોકેશ નારા પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. સેલેબ્સના જમાવડા વચ્ચે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ શરૂ થઈ હતી.
Ricky Martin lit up Ahmedabad with an all-time classic groover 🕺🎤
— ICC (@ICC) March 8, 2026
Watch the #T20WorldCup Final, broadcast details ▶️ https://t.co/NPykWM7qqY pic.twitter.com/QjOeMR0vik