Wed Jul 01 2026

Logo

આજે (રાત્રે 10.00 વાગ્યે) ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે.

London   2026-07-01 15:54:09
Author: Ajay Motiwala
Article Image

ગયા અઠવાડિયે મોટા ભાગના લોકોએ આયરલૅન્ડ (Ireland)ના બેલફાસ્ટમાં ટી-20 સિરીઝ વખતે ખાસ કરીને વૈભવ (Vaibhav)ની બૅટિંગ જોવા માટે મોંઘા ભાવની ટિકિટો ખરીદી હતી. જોકે કેપ્ટન શ્રેયસ ઐયર, હેડ-કોચ ગૌતમ ગંભીર અને સિનિયર ખેલાડીઓ સહિતના ભારતના ટીમ મૅનેજમેન્ટે આયરલૅન્ડ સામેની બંને મૅચમાં વૈભવને ન રમાડ્યો એટલે ઘણા લોકો નિરાશ થયા હતા. ભારતનો એ શ્રેણીમાં 0-2થી વાઈટવૉશ થયો હતો 

એમાંના કેટલાક લોકો એવા છે જેઓ હવે આયરલૅન્ડથી ઇંગ્લૅન્ડ ખાસ કરીને વૈભવની બૅટિંગ જોવા માટે આવ્યા છે. આજે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે જેમાં વૈભવને રમાડવામાં આવશે એવી સંભાવના છે.

આ વર્ષની આઈપીએલમાં વૈભવના 776 રન તમામ બૅટ્સમેનોમાં હાઈએસ્ટ હતા. તેના એ 776 રનમાં આ સિક્સર સ્પેશિયાલિસ્ટના 72 છગ્ગા અને 63 ચોગ્ગા સામેલ હતા.

વૈભવ સૂર્યવંશી બિહારનો છે અને ઉલ્લેખનીય છે કે બિહારથી તેના કેટલાક ચાહકો બાય ઍર 7500 કિલોમીટરનો પ્રવાસ ખેડીને આયરલૅન્ડ પહોંચ્યા હતા. જોકે આયરલૅન્ડમાં વૈભવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ નહોતું કરવા મળ્યું, પણ હવે ઇંગ્લૅન્ડમાં કરવા મળશે એવી સૌને આશા છે.