Wed Jul 01 2026

Logo

બ્રહ્માંડમાં અદભુત સંયોગ: આજે સૂર્ય-અરુણ બનાવશે 'દશાંક યોગ', જુલાઈની શરૂઆતમાં આ ચાર રાશિઓનું ચમકશે ભાગ્ય...

2026-07-01 17:08:00
Author: Darshana Visaria
Article Image

બ્રહ્માંડમાં ગ્રહોના ગોચર અને બદલાતી સ્થિતિને કારણે સમયાંતરે શુભ અને અશુભ યોગો સર્જાતા હોય છે. પહેલી જુલાઈ એટલે કે આજથી નવા મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને આજે સાંજે જ 06.51 કલાકે જ્યોતિષીય ગણતરીઓની દ્રષ્ટિએ એક ખૂબ જ દુર્લભ ઘટના ઘટવા જઈ રહી છે. સૂર્ય દેવ અને અરુણ ગ્રહ એકબીજાથી 36 ડિગ્રીના અંતરે એક વિશેષ સ્થિતિમાં જોવા મળશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહો આ સ્થિતિમાં હોય ત્યારે 'દશાંક યોગ'નું નિર્માણ થાય છે. 

જ્યોતિષમાં સૂર્યને આત્મા, માન-સન્માન, પિતા અને સફળતાના કારક માનવામાં આવે છે, જ્યારે અરુણ ગ્રહ અચાનક બદલાવ, નવીનતા અને ક્રાંતિકારી વિચારોના સ્વામી છે. આ બંને ગ્રહોના આ દુર્લભ સંયોગથી કેટલીક રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકી શકે છે. ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...

મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ સંયોગ કોઈ વરદાનથી કમ નહીં હોય. સૂર્ય અને અરુણની આ સ્થિતિ તમને કાર્યક્ષેત્રે મોટો ફાયદો કરાવી શકે છે.જો કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હશે તો તે પાર પડી શકે છે. અચાનક ધનલાભના મજબૂત યોગ બની રહ્યા છે.વેપારમાં નવી અને નફાકારક ડીલ થઈ શકે છે. આ સમય દરમિયાન સીનિયરો સાથે સંબંધ મધુર રાખવાથી પદોન્નતિના રસ્તા ખુલશે.
 
સિંહઃ
સૂર્ય એ સિંહ રાશિના સ્વામી ગ્રહ છે, તેથી આ દશાંક યોગની સીધી અને સૌથી વધુ સકારાત્મક અસર તમારા પર જોવા મળશે. તમારા આત્મવિશ્વાસમાં અદભુત વધારો થશે અને સમાજ તેમજ કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે.લોકો તમારી નેતૃત્વ ક્ષમતાને બિરદાવશે. રોકાણ કરવા માટે આ સમય ખુબ સારો છે અને જૂના ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. જો કે, અહંકારથી બચવું અને ઉર્જાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો.

તુલાઃ 
તુલા રાશિના જાતકો માટે આ સમય આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ પ્રોગ્રેસિવ સાબિત થઈ શકે છે. અરુણ ગ્રહના પ્રભાવથી તમારા જીવનમાં અચાનક સકારાત્મક ફેરફારો આવશે. નોકરીયાત લોકોને કરિયરમાં નવી અને ઉત્તમ તકો મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારતા હોવ તો સારી ઓફર આવી શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. બસ એટલું ધ્યાન રાખવું કે કોઈ પણ મોટો નાણાકીય નિર્ણય ઉતાવળમાં ન લેવો.

ધનઃ 
ધન રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આ શુભ યોગના પ્રભાવથી તમારા વર્ષોથી વિચારેલા કામ સમયસર પૂરા થઈ જશે. ઉચ્ચ શિક્ષણ કે વિદેશ મુસાફરીની ઈચ્છા રાખતા વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળ પરિણામો લઈને આવશે. પૈતૃક સંપત્તિથી મોટો લાભ થવાની શક્યતા છે. વેપાર અર્થે કરવામાં આવેલી મુસાફરી સુખદ અને અપેક્ષા કરતાં વધુ નફો કરાવનારી રહેશે.