(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના ટિટવાલામાં સ્કૂટર ખાડામાં અથડાતાં મહિલાનું મોત ઘટના સ્થળે જ મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ટિટવાલામાં સ્કૂટર પાછળ બેઠેલી ૫૦ વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ દુર્ઘટના ૨૮ જૂનની રાત્રે જાંભલે ગામ નજીક આ બની હતી. અરુણા અરુણ કુલકર્ણી તેના ૨૫ વર્ષના પુત્ર પ્રતિક કુલકર્ણી સાથે ટિટવાલા ગણપતિ મંદિરના દર્શન કરીને ઘરે પરત ફરી રહી હતી, જ્યારે સ્કૂટર જાંભલે નદીના પુલ પર પહોંચ્યું હતું ત્યારે આગળ એક ખાડો દેખાયો હતો. તેથી તેના પુત્ર પ્રતીકે તરત બ્રેક લગાવી, પરંતુ સ્કૂટર ખાડામાં અથડાઈ ગઈ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે અરુણા સ્કૂટર પરથી નીચે પટકાઈ ગઈ હતી, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રતીક તેની માતાને બદલાપુર પૂર્વની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.