નંબર વગર માત્ર યુઝરનેમથી ચેટિંગની સવલત, પણ પ્રાઇવસી અને ઓનલાઈન ફ્રોડના જોખમને પગલે ભારત સરકાર એક્શનમાં
નવી દિલ્હીઃ મેટાની પ્રોડક્ટ વોટ્સએપે એક નવું ફિચર રોલઆઉટ કર્યું છે, જેને લઈ ગ્રાહકોની સાથે હવે સરકાર પણ ચિંતામાં આવી ગઈ છે. આ નવા ફીચરના મુદ્દાને હજુ સુધી સંપૂર્ણ રીતે અપડેટ કરાયા નથી એ પહેલા જ સુરક્ષાના વિષય સંબંધીત કેટલાક સવાલ ચર્ચાય રહ્યા છે. કંપનીના એક રિપોર્ટ અનુસાર હવે માત્ર યુઝર આઈડી અથવા યુઝર આઈડી નંબર નાખવાથી ડાયરેક્ટ ચેટ કરી શકાશે.
અત્યાર સુધીમાં માત્ર મોબાઈલ નંબર હોય અને એ નંબરથી વોટ્સએપ એકાઉન્ટ હોય એ નંબર ઉપર જ વાતચીત થઈ હતી. સંદેશાની આપ-લે થતી હતી. હવે કંપનીએ નવું ફીચર રોલઆઉટ કરતા માત્ર યુઝરનેમના સહારે ચેટ કરી શકાય એવી સવલત આપી છે. આ ફીચર સરળતાથી દરેક મોબાઈલ સાથે એપ્લાય થાય એવું દેખાતું નથી, કારણ કે કંપનીએ માત્ર નોટિફિકેશન જાહેર કર્યું છે. જે તે વોટ્સએપ પર એની માત્ર કમિંગ સૂનની નોટિસ આવી છે.

કેન્દ્ર સરકાર કરી રહી છે રિસર્ચ
આ ફીચર પર ભારત સરકારની ખાસ નજર છે. કેન્દ્ર સરકાર આ ફીચરની સામે કડક વલણ અપનાવે એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ફીચર રોલ આઉટ થાય એ પહેલા એનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
સરકારના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર વોટ્સએપ યુઝર આઈડીના મામલે એક અભ્યાસ શરૂ કરશે. આ સાથે જરૂર પડશે તો કંપનીને લીગલ નોટિસ મોકલવા પર વિચારણા કરશે. જેના સંદર્ભમાં કેટલાક મુદ્દાઓ પર જે તે સુરક્ષા સંબંધિત વિષય સ્પષ્ટ કરવા પડશે. સરકારનું એવું માનવું છે કે, આ ફીચરથી ફ્રોડ થવાનું જોખમ વધી જશે. ઓનલાઈન ફ્રોડ સામે સુરક્ષાની દ્રષ્ટિએથી આ ફીચરને જોવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને વ્યક્તિની સિક્રસી સંબંધી કેટલી જાણકારીઓ જાહેર થવાને કે અજાણ્યા સુધી પહોંચી જવાની ભીતિ સેવાઈ રહી છે. સરકાર આ ફીચર રોલઆઉટ થાય એ પહેલા જે તે સિક્યોરિટી સંબંધિત કેટલાક માપદંડ ચેક કરશે. તારીખ 29 જુનના રોજ કંપનીએ યુઝર નેમ ટુ ચેટ ફીચર અંગે જાણકારી આપી છે. આ સાથે જે તે વોટ્સએપ એપ્લિકેશન પર કમિંગ સૂનનું નોટિફિકેશન પણ આપી દીધું હતું.

ક્યારે લાગુ પડશે આ ફીચર?
યુઝર પોતાના એકાઉન્ટને સુરક્ષિ રાખવા માટે જે તે યુઝરનેમની પસંદગી કરી શકે છે. આ યુઝરનેમ અને મોબાઈ નંબર સાથે ડાયરેક્ટ રીતે કોઈ લેવાદેવા નથી, જે રીતે ટ્વિટર પર યુઝરનેમથી લોગ-ઈન કરી શકાય છે એ જ રીતે અહીંયા પણ જે તે યુઝરનેમથી જ ચેટ કરી શકાશે. આ ફીચરનું ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યું છે. આ ફીચર આ વર્ષના અંત સુધીમાં લાગુ થઈ જશે. જ્યારથી એ યુઝરનેમ ફીચરની નોટિફિકેશન આવી છે કેટલાક યુવાનોએ જે તે ક્રિએટિવ નેમ પણ વિચારીને રાખ્યા છે.
કંપનીએ દાવો કર્યો છે કે, સુરક્ષાના મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. બીજી તરફ આ ફીચર રોલ આઉટ કરવાની સાથે જ સિક્યોરિટી અને પ્રાયવેસીના એક વધારે લેયરને સંપૂર્ણ રીતે વધારી દેવામાં આવશે. જો કોઈ વ્યક્તિને જે તે વ્યક્તિ સાથે વાતચીત કરવી છે અને તે એને ડાયરેક્ટ મેસેજ કરવા માગે છે તો એ રીસીવરનું સાચું યુઝરનેમ અંગે ખબર હોવી અનિવાર્ય છે. એમાં કોઈ પણ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક હશે, અક્ષરની એરર હશે તો ચેટબોક્સ ખુલશે જ નહીં.
નામ પસંદ કરવાની આઝાદી પણ શરતો લાગુ
કંપનીએ પોતાના એક બ્લોગમાં નવી અપડેટ અંતર્ગત વાત કરતા જણાવ્યું હતું કે, આ માટે જે તે યુઝર્સને પોતાના કોઈ નામ પસંદ કરવાની પૂરતી આઝાદી આપવામાં આવી છે. પોતાના નામ સાથે તે પોતાની સરનેમ કે કોઈ બ્રાંડ નેમમાં પણ જોડાઈ શકે છે. જેમ કે, વેદાંગ પાયોનિયર.
અહીં પાયોનિયર કોઈ કંપની પણ હોઈ શકે છે. દરેક યુઝરનેમ યુનિક રીતે સેટ થશે. આ માટે યુઝરનેમ જનરેટર ફીચરની પણ મદદ લઈને આ નામ સેટ કરી શકાશે. એક જાણકારી ખાતર કે, યુઝરનેમ જનરેટ એપ કે વેબસાઈટ પરથી જે તે ક્રિએટિવ નામની પસંદગી કરી શકાય છે.
સામાન્ય રીતે વ્યક્તિ પોતાના નામ સાથે જે કંઈ ક્રિએટિવ થાય એની પસંદ કરીને કામ કરતા હોય છે. કંપનીઓ, કન્ટેન્ટ ક્રિએટર્સ, બિઝનેસ ઓર્ગોનાઈઝર, એજન્સી, સર્વિસ પ્રોવાઈડર એવા કોઈ પણ યુઝર જે મોબાઈલથી જે તે માસ સાથે ક્નેક્ટ થવા અને વોટ્સએપ થકી બિઝનેસ કરવા જોડાયેલા છે એ દરેક પાસે એક યુનિક નેમ હોવું અનિવાર્ય છે.
કન્ટેન્ટ ક્રિએટરને થશે લાભ
આનાથી બીજો એક ફાયદો એ થશે કે, જે તે ઈન્સ્ટાગ્રામ પેજ ધરાવતા સાચા અને સારા કન્ટેન્ટ ક્રિએટરની ઓરિજિનલ છબિને વધારે મજબૂતી મળી રહેશે. આનાથી એક ઓથેંટિસિટી સાબિત થશે. આ ફિચરને વોટ્સએપના સેટિંગમાં જઈને સેટ કરવાનું રહેશે. આનો અર્થ એવો બિલકુલ નથી, જે મોબાઈલ નંબર પર જે તે નામ છે એ જતા રહેશે. અથવા એ નંબરની ચેટ કે અન્ય સર્વિસ બંધ થઈ જશે. જે રીતે પ્રોફાઈલ પિક્ચર ઓપ્શનલ છે એમ જ આ પણ ઓપ્શનલ જ રહેશે.
યુઝર અહીંયા મોબાઈલ નંબર સિક્યોરિટી સેટ કરી શકશે. આ માટે કંપની એક નવા ફીચર પર કામ કરી રહી છે. જે આની સાથે જ રોલઆઉટ કરવામાં આવશે. યુઝર નેમને લઈને જે તે યુઝરને પોતાની રીતે નામ સેટ કરવા કે જનરેટ કરવા માટેની પૂરી સ્વતંત્રા રહેશે. પણ આનાથી જે મોબાઈલ નંબર એકાઉન્ટ ચાલું છે એમાં કોઈ ફેરફાર નહીં થાય.
કંપની સાથે જોડાયેલા સૂત્ર ત્યાં સુધી કહે છે કે, જે તે બ્રાંડ અને એજન્સી આધારિત જે નંબર છે એને હવે એક યુઝર નેમ પરથી આખી પ્રોફાઈલના એક્સેસ મળશે.દા.ત. કોન્ટેટ પ્રોવાઈડર એજન્સી પોતાના જે તે બોટ કે ચેટબોટ સાથે એવું યુઝર નેમ સેટ કરી શકશે જે એ એજન્સીની મુખ્ય ઓળખ સમાન હોય. જેમ કે, સ્ટારબક્સનો લોગોમાં જ એનું યુઝરનેમ.