Wed Sep 02 2026

Logo

ઈઝરાયલમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર, આ નિર્દેષોનું પાલન કરવા આદેશ

2026-02-28 15:44:14
Author: Vimal Prajapati
ઈઝરાયલમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર, આ નિર્દેષોનું પાલન કરવા આદેશ

નવી દિલ્હીઃ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલે હવાઈ હુમલાઓ કર્યાં છે. બંને દેશોએ સાથે મળીને ઈરાન પર અનેક મિસાઈલો છોડી છે, જેના કારણે ઈરાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, તેહરાનમાં એક સાથે 30 જગ્યાઓ પર બેલિસ્ટિક મિસાઈલોએ કહેર વરસાવ્યો છે. યુદ્ધની શરૂઆત થતાની સાથે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને સલામત સ્થળે મોકલી ખસેડી દેવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યાં છે. જો કે, આ હુલમમાં ઈરાનના એક મોટા કમાન્ડરનું મોત થયું હોવાનો ઇઝરાયલે દાવો કર્યાં છે. 

ઈઝરાયલમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર 

વધારે વિગતે વાત કરવામાં આવે તો, યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખતા ભારતે ઈઝરાયલમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઇઝરી જાહેર કરતા ભારે લખ્યું કે, આ ક્ષેત્રની વર્તમાન સ્થિતિને જોતા ઇઝરાયલમાં રહેતા દરેક ભારતીય નાગરિકોને ખૂબ જ સાવધાની રાખવા અને સતર્ક રહેવા માટે સલાહ આપવામાં આવી છે. આ સાથે ભારતીય નાગરિકોને ઇઝરાયલી અધિકારીઓ દ્વારા જે સુરક્ષા નિર્દોષો આપવામાં આવ્યાં છે, તેનું પાનલ કરવા માટે સલાહ આપવામાં આવી છે. 

અમેરિકા અને ઇઝરાયલને ઈરાનને આપી મોટા હુમલાની ધમકી

ઈરાનની વાત કરવામાં આવે તો, હવે તે વળતો હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે. ઈરાનના રક્ષા પ્રધાને કહ્યું કે, તમે લોકોએ યુદ્ધની શરૂઆત કરી છે, પરંતુ આનો અંત હવે અમારા હાથમાં છે. એટલે કે, ઈરાનને અમેરિકા અને ઇઝરાયલ પર મોટો હુમલો કરવાની ચેતવણી આપી છે. કહ્યું કે, આ અત્યારે સુધીનો સૌથી મોટો હુમલો હશે. આ ખતરાને ધ્યાન રાખતા ભારતે ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતે ઇઝરાયલમાં રહેતા ભારતીયોને "ખૂબ જ સાવધાની રાખવા અને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ઈરાનને કેવી ધમકી આપી?

ઈરાને ધમકી આપી તેવામાં અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ સામે પાણી ચડાવ્યું છે. કહ્યું કે, જો અલી ખામેની હથિયાર નહીં મૂકો તો મોતનો સામનો કરવો પડશે. મૂળ મૂદ્દો એ છે કે, અમેરિકા અને ઇઝરાયલ બંને દેશો ઈરાનમાં સત્ત પરિવર્તન કરવા માંગે છે. તેના કારણે બંને દેશોએ સાથે મળીને ઈરાન પર મિસાઈલો છોડીને યુદ્ધની ધોષણા કરી છે, જો કે, ઈરાન કોઈ પણ ભોગ હાર માનવા તૈયાર નથી એટલે વળતો હુમલો શરૂ કરી દીધો છે.