Tue Jun 09 2026

Logo

ઇન્ડી ગઠબંધનની "એક સાંધે ત્યાં તેર તૂટે" જેવી સ્થિતી, સાથી પક્ષોએ જ ટીકા કરી

2026-06-08 22:13:07
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : દિલ્હીમાં કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડી ગઠબંધન એક તરફ એનડીએ અને મોદી સરકાર વિરુદ્ધ એકજૂથ થવાના પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ઇન્ડી ગઠબંધનના કેટલાક સાથી પક્ષોએ જ કોંગ્રેસની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કોંગ્રેસ હત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. 

વિપક્ષી પક્ષોએ કોંગ્રેસની ટીકા કરી

આ બેઠકમાં 25 વિપક્ષી પક્ષોના નેતાઓએ સામેલ થયા હતા. જેમાં  કોંગ્રેસ પક્ષમાંથી સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી હાજર હતા. જ્યારે  સપાના અખિલેશ યાદવ, ટીએમસીના વડા મમતા બેનર્જી, મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા, તેજસ્વી યાદવ અને ઉદ્ધવ ઠાકરે જેવા અન્ય વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓ પણ હાજર હતા. આ બેઠકમાં અનેક વિપક્ષી પક્ષોએ કોંગ્રેસની ટીકા કરી હતું કે કોંગ્રેસ પક્ષ  ચોક્કસ મુદ્દાઓને અસરકારક રીતે  ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. વિપક્ષી નેતાઓએ ભાર મૂક્યો હતો કે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવાથી તેણે પ્રાદેશિક પક્ષોને સાથે લઈને આગળ વધવું જોઈએ.

ભાજપની બી ટીમ કહેવા પર ડાબેરી પક્ષો ભડક્યા 

આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બેઠકમાં ડાબેરી પક્ષોના નેતાઓએ કહ્યું તેમની પ્રમાણિકતા પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. જેમાં કેરલમ ચૂંટણી દરમિયાન તેને ભાજપની બી ટીમ કહેવામાં આવ્યા હતા. તેમજ ડાબેરી નેતાઓએ મુખ્ય મુદ્દાઓ પર નક્કર પગલાં લેવામાં ઇન્ડી ગઠબંધનની નિષ્ફળતા માટે કોંગ્રેસ પાર્ટીની ટીકા કરી હતી. જ્યારે  રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે પ્રાદેશિક સ્તરે તમામ   મુદ્દાઓ બરાબર ઉઠાવ્યા છે. 

કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોને સમાવી લેવા જોઇએ

જ્યારે અન્ય પક્ષના નેતાઓ અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે કોંગ્રેસ  સૌથી મોટી પાર્ટી હોવાને કારણે  વિરુદ્ધ રીતે કાર્ય કરવાને બદલે પ્રાદેશિક પક્ષોને સમાવી લેવા જોઇએ. આ મુદ્દો કેરલમના સંદર્ભમાં ઉદ્ભવેલી વાતચીત દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો. જ્યારે જંતર-મંતર પર તાજેતરના વિરોધનો મુદ્દો ઉઠાવતા, ઉદ્ધવ ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોના રોષને અવગણી શકાય નહીં. ઓમર અબ્દુલ્લાએ આ વાત દોહરાવી હતી. 

 ભાજપ કેવી રીતે પક્ષોને તોડી રહ્યું છે તે મુદ્દો પણ ઉઠાવ્યો

જયારે પશ્ચિમ બંગાળમાં હાર બાદ નવરા પડેલા મમતા બેનર્જીએ કહ્યું હવે તેમની પાસે સમય છે તે ઇન્ડી ગઠબંધન ઉપયોગ કરી શકે છે.  આબેઠક દરમિયાન મમતા બેનર્જીએ ભાજપ કેવી રીતે પક્ષોને તોડી રહ્યું છે તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો.