Tue Jul 28 2026

Logo

ચેતજોઃ દીકરીની બહેનપણીએ જ આખા પરિવારને કરોડોનો ચૂનો લાગવ્યો, જાણો ભાવનગરનો કિસ્સો

2026-07-28 18:34:00
Author: Pooja Shah
Article Image

ભાવનગરઃ શહેરના દેવુબાગ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશન વ્યવસ્યાય કરતા વૃદ્ધને અમદાવાદની મહિલાએ તેની હેત વેલ્થ ક્રિએશન ગ્રુપ'ની કંપનીમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂ.1,18,00,000નું તેમજ વૃદ્ધના અન્ય પરિવારજનો સહિત 20 રોકાણકારના આ કંપનીમાં રોકાણ કરાવી કુલ.રૂ.4.72 કરોડથી વધુના રોકાણના નાણાની ઉચાપત કરી હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

તેમની દીકરી શ્વેતાની સહેલી નિમિત્સા તેમના ઘરે આવી હતી અને પોતે હેત વેલ્થ ક્રિએશન નામનું એક ગ્રુપ ચલાવે છે અને તેમાં રોકાણ બદલ ઊચું વળતર આપે છે. દીકરી શ્વેતા તેમા રોકાણ કરે છે તો તમે પણ કરો તેમ પણ નિમિત્સાએ ફરિયાદીને જણાવ્યું હતું. ગૂગલ સાઈટ પર બનાવટી પેજ બનાવી પોતાને ફાઉન્ડર અને ઑનર બતાવી મહિલાએ વિશ્વાસ કેળવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર તેમણે તથા તેમના પત્નીએ તબક્કવાર રૂ. 1,18,00,000નું રોકાણ કર્યું હતું.

ત્યારબાદ મહિલાએ અલગ-અલગ સ્કીમોના બહાને તેઓના પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રો સહિત કુલ 20 જેટલા રોકાણકારો પાસેથી આશરે રૂપિયા 4.72 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું. મુદત પૂરી થતાં નાણાં કે વળતર પરત માંગતા મહિલાએ અવારનવાર ખોટા વાયદાઓ આપ્યા હતા અને ડિસેમ્બર 2025થી ફોન બંધ કરી દઈને તમામના નંબર બ્લોક કરી દીધા હતા. જે ફરિયાદના આધારે પોલીસે નિમિત્સા વિમલકુમાર વ્યાસ સામે  ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.