Wed Aug 19 2026

Logo

જમ્મુ કાશ્મીરના ઉરીમાં એલઓસી નજીક માઈન બ્લાસ્ટ, બે જવાન ઘાયલ

2026-07-28 19:21:44
Author: Chandrakant Kanoja
Article Image

ઉરી: જમ્મુ કાશ્મીરના ઉરીમાં એલઓસી નજીક એક માઈન વિસ્ફોટમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક શ્રીનગરની આર્મી બેઝ હોસ્પિટલમાં એરલિફ્ટ કરીને સારવાર આપવામાં આવી રહી છે. 

અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં માઈન વિસ્ફોટ 

આ અંગે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ઉરીના કમલકોટ સબ-સેક્ટરમાં અપર ગઢ ફોરવર્ડ પોસ્ટ પાસે બની હતી. આ એક અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે જ્યાં 8 રાષ્ટ્રીય રાઇફલ્સની ટુકડી તૈનાત છે. આ સમગ્ર પ્રદેશ ઉરી પોલીસ સ્ટેશન હેઠળ આવે છે.

જવાન તેમના નિયમિત પેટ્રોલિંગ અને ફરજ પર હતા

આ અંગે મળતી માહિતી મુજબ  જ્યારે જવાન તેમના નિયમિત પેટ્રોલિંગ અને ફરજ પર હતા ત્યારે અચાનક એક જૂની માઈનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ આસપાસના વિસ્તારમાં સંભળાયો હતો. વિસ્ફોટના પરિણામે બે જવાનને ગંભીર ઇજાઓ થઈ હતી. 

જવાનોએ ઘાયલ સાથીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા

આ વિસ્ફોટ બાદ અન્ય સાથી જવાનોએ બંને ઘાયલ સાથીઓને સ્થળ પરથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા શ્રીનગરના આર્મી બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલમાં બંને બેઝ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ વરિષ્ઠ આર્મી ડોકટરો તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.