Thu Sep 03 2026

Logo

રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી, પોલીસે તપાસ શરૂ

2026-07-28 19:14:11
Author: Chandrakant Kanoja
રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી, પોલીસે તપાસ શરૂ

રાજકોટ: ગુજરાતના રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યો આત્મહત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ત્રણ લોકોએ ઝેરી પદાર્થ પીને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. 

પરિવાર લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું 

આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે,  નિવૃત્ત પીડબ્લ્યુડી કર્મચારી દિલીપ ખાખર, તેમની પત્ની સ્મિતા ખાખર અને પુત્ર નિશિત ખાખરે સોમવારે ઝેરી પદાર્થ પીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

સારવાર દરમિયાન ત્રણેય મોત નીપજયાં 

પોલીસને માહિતી મળતા પરિવારના ત્રણ સભ્યોને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણેના મોત થયા હતા. જેમાં સારવાર દરમિયાન સૌપ્રથમ સ્મિતા ખાખરનું મૃત્યુ થયું હતું. જ્યારે  દિલીપ ખાખર અને પુત્ર નિશિત ખાખરને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પણ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. 

પુત્ર નિશિત ખાખરના માથે દેવું હતું 

આ કેસની તપાસ કરી રહેલા યુનિવર્સિટી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર ઘણા મહિનાઓથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. પોલીસ હાલમાં તમામ હકીકતોની તપાસ કરી રહી છે અને ઘટનાની આસપાસના સંજોગો શોધવા માટે કામ કરી રહી છે.જેમાં પ્રારંભિક માહિતી મુજબ પરિવારના પુત્ર નિશિત ખાખરે અનેક વ્યક્તિઓ પાસેથી ઉછીના નાણાં લીધા હતા.