Sat Sep 05 2026

Logo

કર્ક રાશિમાં ઉદિત થશે દેવગુરુ બૃહસ્પતિ! ૨૮ દિવસ બાદ ખુલી જશે આ ૭ રાશિઓના ભાગ્યના દ્વાર

2026-08-11 16:40:07
Author: Darshana Visaria
કર્ક રાશિમાં ઉદિત થશે દેવગુરુ બૃહસ્પતિ! ૨૮ દિવસ બાદ ખુલી જશે આ ૭ રાશિઓના ભાગ્યના દ્વાર

15મી જુલાઈથી અતિચારી અને અસ્ત ચાલ ચાલી રહેલા દેવગુરુ બૃહસ્પતિ (Jupiter)ની સ્થિતિમાં મોટો સકારાત્મક ફેરફાર થવા જઈ રહ્યો છે. વૈદિક પંચાંગ અનુસાર, 12મી ઓગસ્ટ, 2025ના રોજ સવારે પાંચ વાગીને ત્રણ મિનિટે ગુરુ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ઉદિત થવા જઈ રહ્યા છે.

28 દિવસના લાંબા વિરામ બાદ ગુરુનો ઉદય થવાથી તમામ શુભ અને માંગલિક કાર્યોને પુનઃ ગતિ મળશે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, સુખ, સમૃદ્ધિ, લગ્ન અને સંતાનના કારક ગણવામાં આવે છે. પોતાની ઉચ્ચ રાશિમાં ગુરુનો આ ઉદય સાત ચોક્કસ રાશિઓ માટે ધનલાભ, કરિયરમાં પ્રગતિ અને નવી આશા લઈને આવશે. ચાલો જોઈએ કઈ છે આ સાત ભાગ્યશાળી રાશિઓ...

મેષઃ
રોજગાર અને વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે. તમારા રહેઠાણ, નોકરી કે કામ કરવાની પદ્ધતિમાં શુભ ફેરફાર આવી શકે છે. જોકે, સ્વાસ્થ્ય પર બિનજરૂરી ખર્ચ થઈ શકે છે, જેથી કાળજી રાખવી.

વૃષભઃ
કર્ક રાશિમાં ગુરુનો ઉદય તમારા જીવનમાં મોટો આર્થિક અને સામાજિક ફેરફાર લાવશે. પરિવારમાં ભાઈ-બહેનો સાથે જોડાયેલાં માંગલિક કાર્યો સંપન્ન થશે. લાંબા સમયથી અટકેલી સમસ્યાઓનો ઉકેલ આવશે.

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત શુકનિયાળ રહેશે. આર્થિક રીતે મોટો ફાયદો થશે અને ધનની બચત કરી શકશો. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થશે અને જૂની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.

કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે અપરંપાર લાભના નવા માર્ગો ખુલશે. નવી વ્યાવસાયિક ભાગીદારી અને નવા સંબંધો સફળ નીવડશે. અવિવાહિતો માટે લગ્ન અને વિવાહિતો માટે સંતાન પ્રાપ્તિના પ્રબળ યોગ બની રહ્યા છે.

વૃશ્ચિકઃ
કરિયર અને બિઝનેસમાં ઈચ્છિત સફળતા અને આર્થિક લાભ મળશે. ખાસ કરીને કળા, શિક્ષણ, રમતગમત અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કોઈ મોટી વૈશ્વિક કે રાષ્ટ્રીય ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.

મકરઃ
મકર રાશિના જાતકોના જીવનમાં સકારાત્મકતા અને સફળતાનો નવો સૂર્યોદય થશે. પરિવારમાં ધાર્મિક પ્રસંગો યોજાશે. આર્થિક દ્રષ્ટિકોણથી મોટો ફાયદો થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે.

મીનઃ
મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. સંતાન પક્ષ તરફથી કોઈ ખુશખબર કે પ્રગતિના સમાચાર મળી શકે છે. અટકેલાં તમામ કાર્યો પૂરાં થશે અને કાર્યક્ષેત્રે રચનાત્મક સુધાર આવશે.

વધુ જુઓ...