રાજકોટઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં ધોળા દિવસે બંદૂકધારીઓ આંગડિયાવાળા પાસેથી રૂ. 19 લાખની લૂંટ કરીને ફરાર થઈ હતા.
મળતી વિગત પ્રમાણે, રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી પટેલવાડી નજીકની પ્રાઈમ જૂના આંગડિયા પેઢીમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. આંગડિયા પેઢીના કર્મચારીને આંગડિયું કરવું છે કહી વાતોમાં વ્યસ્ત કરી બે લૂંટારુ પૈકી એક શખસે હથિયાર બતાવી રૂપિયા 19 લાખની લૂંટને અંજામ આપ્યો હતો.
રાજકોટમાં પ્રાઈમ જૂના આંગડિયા પેઢીમાં બંદૂકના ધાકે લૂંટ | બે બાઈકસવાર શખ્સો રૂ.લાખો લઈને ફરાર | Rajkot News
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 30, 2026
રાજકોટમાં વધુ એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. શહેરના પ્રાઈમ જૂના આંગડિયા પેઢીમાં બે બાઈકસવાર શખ્સોએ બંદૂકના ધાકે લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાની માહિતી… pic.twitter.com/GQsEP3cGmC
પ્રાથમિક માહિતી મુજબ, બંને શખસો કર્મચારી સાથે પેઢીમાં આવ્યા હતા અને પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અચાનક બંદૂક બતાવી કર્મચારીઓને ધમકાવી રોકડ ભરેલો થેલો કબજે કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
લૂંટની જાણ થતાં જ DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી CCTV ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આંગડિયા પેઢીના કર્મચારીના કહેવા પ્રમાણે, તેમણે સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લૂંટારૂઓ તેમને માર મારીને આશરે 19 લાખ રોકડા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. બંને આરોપીઓ ગુજરાતી ભાષામાં વાત કરતા હતા અને સીસીટીવી કેમેરામાં તેમના ચહેરા સ્પષ્ટપણે કેપ્ચર થઈ ગયા છે. જેના કારણે થોડા દિવસોમાં જ લૂંટનો ભેદ ઉકેલાઈ જવાની શક્યતા છે.