Sat Jun 27 2026

Logo

ગરમીનો કહેર!યુરોપમાં અગનવર્ષા થતી હોય એવો અહેસાસ, જાણો શા માટે પડી રહી છે આટલી ગરમી?

Paris   2026-06-27 17:18:16
Author: Mumbai Samachar Team
Article Image

પેરિસઃ સમગ્ર યુરોપ અસહ્ય તાપની લેપટમાં આવી ગયું છે. યુરોપ ખંડના અનેક એવા દેશમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ફ્રાંસ, સ્પેન,યુનાઈટેડ કિંગ્ડમ, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, બેલ્જિયમ, પોલેન્ડ, ક્રોએશિયા અને હંગેરી જેવા અનેક દેશમાં તાપમાને અગાઉના તમામ રેકોર્ડ બ્રેક કરીના નાખ્યા છે. સતત અને સખત ગરમીને કારણે પરેશાન યુરોપની પ્રજા હવે ટાઢક શોધી રહી છે. આ વર્ષે યુરોપમાં આટલી ભીષણ ગરમી પડવા પાછળનું કારણ ક્લાઈમેન્ટ ચેન્જની માઠી અસર છે. અલ-નીનોની અસર દેખાઈ રહી છે. હીટવેવને કારણે ઘરની બાહર નીકળવું યુરોપિયન પ્રજા માટે જોખમી બની રહ્યું છે. તાપને કારણે જ 40 લોકોના મૃત્યુ થયા છે. 

હજુ વધારે ગરમી સહન કરવી પડશે?

હવામાનના વિજ્ઞાનીઓએ યુરોપના 800થી વધારે શહેરમાં હવામાન સંબંધીત આંકડાઓનો અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં 45 ટકા શહેરમાં જુનના અંતિમ દિવસોમાં ગરમી એકાએક વધી ગઈ હતી. હજું પણ થોડા દિવસો વધારે ગરમી સહન કરવી પડશે એવા એંધાણ વર્તાય રહ્યા છે. ફ્રાંસમાં ગત અઠવાડિયામાં હીટવેવ સંબંધિત ઘટનાઓમાં 40 લોકોના મોત નીપજ્યા હતા.

બ્રિટન ભીષણ તાપને કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.યુરોપના કેટલાક શહેરોમાં સ્કૂલ બંધ કરી દેવાની ફરજ પડી છે. અલ-નીનોની અસરને કારણે તાપમાન એકાએક વધે છે, પણ આ વર્ષે યુરોપે ગરમીના તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યા છે. વિજ્ઞાનીઓએ ભાર દઈને કહ્યું હતું કે, કોલસો, ક્રૂડ ઓઈલ, ગેસ અને જીવાશ્મ ઈંધણમાંથી નીકળતા ધુમાડાને કારણે પૃથ્વીનું તપામાન વધ્યું છે. 

સ્થિતિ વણસતા વાર નહીં લાગે

વિજ્ઞાનીઓએ એલર્ટ આપતા પોતાની વાત કહી હતી. જો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં કોઈ ઘટાડો નહીં થાય તો સ્થિતિ વધારે વણસી જશે. આવનારા વર્ષોમાં હજુ વધારે ભીષણ તાપ અને હીટવેવનો સામનો કરવો પડશે. તાપમાનમાં હજુ વધારો જોવા મળી શકે છે. ગરમીની તીવ્રતામાં વધારો થઈ શકે છે. 2022માં યુરોપમાં ભીષણ ગરમીને કારણે 60 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા હતા.આ પરથી હવે આ વર્ષે ગરમીને લઈને દરેક સ્થિતિને ગંભીરતાથી જોવામાં આવે છે. ફ્રાંસના મોટાભાગના શહેરોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નેધરલેન્ડના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જર્મનીમાં એક જ અઠવાડિયામાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. પોલેન્ડ, ક્રોએશિયા તથા હંગેરીમાં ગરમીને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નિષ્ણાંતો જણાવે છે કે, ફ્રાંસમાં લોકોનું શરીર ઠંડુ પડતું નથી એટલા માટે તેઓ હીટસ્ટ્રોકનો શિકાર થઈ રહ્યા છે. આ વખતે યુરોપમાં ઉનાળો વધારે આકરો બની રહ્યો છે. આ પાછળનું કારણ સતત ગરમીને કારણે એક પ્રેશર ઓછા દબાણ વાળા વિસ્તારથી વધારે દબાણ વાળા વિસ્તાર બાજુ ગતિ કરે છે એ પણ છે. 

દિવસ કરતા રાત વધારે ગરમ

સામાન્ય રીતે તાપમાન ઘટે તો શરીરને થોડી રાહત થાય છે. પણ આ વખતે આવું જોવા મળ્યું નથી કારણ કે, દિવસ કરતા રાત વધારે ગરમ અનુભવાઈ હતી. રાતનું તાપમાન પણ 20 ડિગ્રીથી વધારે નોંધાતા લોકો રીતસરના અકળાઈ ગયા હતા. કેટલાક સ્થાને 30 ડિગ્રીથી વધારે તાપમાન રાતના સમયે નોંધાયું હતું. ખાસ કરીને પરિસમાં લોકો જાહેરમાં મૂકવામાં આવેલા ફૂવારામાંથી પાણી લઈને રાહત મેળવતા જોવા મળ્યા હતા.

જ્યારે પાર્ક અને વોટર પાર્કમાં વધારે ભીડ જોવા મળી હતી. છેલ્લા 20 વર્ષમાં પડી ન હોય એવી ગરમી અહીં રાત્રે પડી હતી. વિજ્ઞાનીઓએ એલર્ટ આપ્યું હતું કે, પૃથ્વીનું તાપમાન આ રીતે વધતું રહેશે તો આવનારા દિવસોમાં અન્ય દેશની સ્થિતિ પણ વધારે ખરાબ થઈ જશે. પેરિસમાં એફિલ ટાવર પાસે આવેલા ફુવારા પાસે લોકો ગરમીથી રાહત મેળવવા માટે જાહેરમાં પબ્લિક લેકમાં કૂદી પડ્યા હતા અને પાણીથી રાહત મેળવી હતી.