બોલીવૂડના છોટે નવાબ સૈફ અલી ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક વર્ષ અગાઉ બનેલી ભયાનક ઘટનાની આપવીતી વિશે જણાવ્યું હતું. સૈફ અલી ખાને જાન્યુઆરી 2025માં પોતાના ઘરમાં ઘુસેલા હુમલાવરને લઈને, આખરે તે રાતે શું બન્યું હતું તે સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. મુંબઈમાં બાંદ્રા સ્થિત તેમના ઘરમાં ચોરીના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સે તેમના પર ચાકુથી ધારદાર એક પછી એક હુમલા કર્યા હતા. આ હુમલામાં સૈફને ગંભીર ઈજાઓ થઈ હતી.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં સૈફે જણાવ્યું હતું કે એ રાતે તેમનો સમગ્ર પરિવાર આ ઘટનાને લીધે આઘાત પામ્યો હતો. તેણે કહ્યું કે 'આ એક ભયાનક ઘટના હતી. ચોર બાથરૂમની બારી તોડીને અંદર ઘુસ્યો હતો. હું સુતો હતો ત્યારે જ મારા ઘરની કેરટેકર ગભરાતી રૂમમાં આવી હતી અને તેણે જણાવ્યું કે જેહના રૂમમાં એક શખ્સ ચાકુ લઈને ઉભો છે અને પૈસા માંગી રહ્યો છે.'
આગળ તેણે જણાવ્યું હતું કે હું બાળકોના રૂમમાં ગયો અને ત્યાં તે શખ્સે બાળકોને ખોળામાં લીધેલા હતા. તેણે બાળકોને થોડું નુકસાન પહોચાડ્યું હતું અને નોકરાણીને પણ ઇજા પહોંચાડી હતી. જો મેં લાઈટ બંધ કરી હોત અને એ આદમીને પૂછ્યું હોત, કે તને ખબર છે તું ક્યાં છે, શું કરી રહ્યો છે, તો હું વાતચીત કરીને આ મામલાનો ઉકેલ લાવી શક્યો હોત પણ કંઈક એવું બન્યું કે હું તેના પર તૂટી પડ્યો અને અમારી વચ્ચે હાથાપાયી થઈ, તે તરત જ ચાકુથી મારા પર હુમલો કરવા લાગ્યો, ચારેબાજુ લોહી લુહાણ થઈ ગયો હતો ત્યારે જ સ્ટાફે અંદર આવી અને તેણે રૂમની બીજી તરફ ધક્કો મારી દીધો હતો.
સૈફે જણાવ્યું હતું કે તેને લાગ્યું કે હવે તેનો જીવ બચશે નહીં તેમ છતાં તેણે હુમલો કરનારને માફ કરવાની વાત કરી હતી. આગળ સૈફે કહ્યું કે 'મારો સફેદ કુર્તા-પાયજામા લોહી લુહાણ થયા હતા અને હું જમીન પર ઢળી પડ્યો હતો, મને લાગ્યું કે હું હવે મારી જઈશ. ત્યારે તે સમયે તૈમુરને મેં પૂછ્યું તું મારી સાથે હોસ્પિટલ આવીશ ત્યારે તેણે પૂછ્યું, તમે મરી જશો? મેં કહ્યું- ના ત્યારબાદ અમે સાથે હોસ્પિટલ ગયા હતા.
આગળ સૈફ અલી ખાને જણાવ્યું હતું કે હું એ શખ્સને માફ પણ કરી દેત પણ તેણે મને મારવાની કોશિશ કરી એ ભૂલવું મારા માટે અશક્ય છે. સમાજમાં અમીર અને ગરીબ વચ્ચે વધતી ખાઈ આવી ઘટનાઓનું એક કારણ બનતું જાય છે.