ઉનાળા અને ચોમાસાની ઋતુમાં બજારમાં અવનવા મોસમી ફળોની ભરમાર જોવા મળે છે. આ સિઝનમાં કેરી અને લીચી તો લગભગ દરેક વ્યક્તિના ફેવરિટ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ જ દિવસોમાં એક એવું ફળ પણ આવે છે જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી માનવામાં આવે છે. આ ફળ આખું વર્ષ નથી મળતું, પરંતુ બજારમાં માત્ર બે મહિના માટે જ દર્શન દે છે. આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ્સ આ સિઝનમાં તેને અચૂક ખાવાની સલાહ આપે છે.
આ ફળમાં જરૂરી પોષક તત્વો, એન્ટીઑકિસડન્ટ અને કુદરતી ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, જો આ ફળને તેની સિઝન દરમિયાન મર્યાદિત માત્રામાં નિયમિત ખાવામાં આવે, તો તે બ્લડ શુગર કંટ્રોલ કરવા, પાચન સુધારવા, લીવરને હેલ્ધી રાખવા અને શરીરનો સોજો ઓછો કરવામાં અકસીર સાબિત થાય છે.
આ અદ્ભુત મોસમી ફળ બીજું કોઈ નહીં પણ 'જાંબુ' છે. જાંબુ આખું વર્ષ નથી મળતા, તે માત્ર ચોમાસાની શરૂઆતના બે મહિના જ બજારમાં ઉપલબ્ધ હોય છે. જાંબુમાં વિટામિન-સી, ફાઈબર, પોટેશિયમ, આયર્ન અને એન્થોસાયનિન જેવા પોષક તત્વો હોય છે, જે શરીરના કોષોને નુકસાન થતાં બચાવે છે. તેમાં રહેલું ફાઈબર પાચનતંત્રને મજબૂત કરી પેટ સાફ રાખવામાં મદદ કરે છે.

કેમ ખાસ હોય છે જાંબુનો ઘાટો જાંબલી રંગ?
જાંબુનો ઘાટો જાંબલી રંગ તેમાં રહેલા 'એન્થોસાયનિન' નામના શક્તિશાળી એન્ટીઑકિસડન્ટને કારણે હોય છે. આ તત્વ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવામાં અને બ્લડ શુગરના સ્તરને અચાનક વધતું અટકાવવામાં મદદ કરે છે. સાથે જ તે શરીરમાં ફ્રી રેડિકલ્સની અસર ઘટાડીને કોષોનું રક્ષણ કરે છે.
ડાયાબિટીસ અને પાચનમાં રામબાણ:
સંશોધનો અનુસાર, જાંબુના ફળ અને તેના ઠળિયાના પાવડરમાં રહેલા કુદરતી સંયોજનો ગ્લુકોઝ મેટાબોલિઝમને સુધારે છે, જેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે. જોકે, તેનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. ડાયાબિટીસના દર્દીઓમાં અવારનવાર જોવા મળતી કબજિયાતની સમસ્યામાં જાંબુનું ફાઈબર આંતરડાની કાર્યપ્રણાલી સુધારી રાહત આપે છે.
બીપી, લીવર અને ઇમ્યુનિટી માટે બેસ્ટ
જાંબુમાં રહેલું વિટામિન-સી શરીરની ઈમ્યુનિટી પાવર વધારે છે. આ સિવાય તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે અને રક્તવાહિનીઓને સ્વસ્થ રાખે છે. મેડિકલ રિપોર્ટ્સનું માનીએ તો, જાંબુનું સેવન લીવરના હેલ્ધી ફંક્શનિંગમાં પણ સપોર્ટ કરે છે.

વજન ઘટાડવા માંગતા લોકો માટે ઉત્તમ ઓપ્શન
જો તમે વજન ઉતારવાના પ્રયાસો કરી રહ્યા છો, તો જાંબુ તમારા માટે બેસ્ટ ડાયટ પાર્ટનર છે. જાંબુમાં કેલરી ખૂબ ઓછી અને ફાઈબર વધુ હોય છે, જેથી તેને ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને વારંવાર ભૂખ નથી લાગતી.
સો મિત્રો, આ ચોમાસામાં સ્વાસ્થ્યનો ખજાનો ગણાતા જાંબુની સિઝન ચૂકતા નહીં. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસથી શેર કરજો. આવી બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.