ક્વીટો: દક્ષિણ અમેરિકામાં કોલંબિયાની પાડોશમાં આવેલા ઈક્વેડૉર નામના દેશમાં ફૂટબૉલની રમત સૌથી લોકપ્રિય છે અને આ દેશની ટીમે શુક્રવારે ફિફા વર્લ્ડ કપમાં જર્મની જેવા ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા દેશની ટીમને હરાવીને 2006ની સાલ પછી પ્રથમ વખત નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો એટલે દેશમાં સર્વત્ર ખુશાલી છે. આ અવસરે દેશના પ્રમુખ ડેનિયલ નૉબોઆએ શુક્રવારે નેશનલ હૉલિડે (Holiday) જાહેર કર્યો હતો.
ઈક્વેડૉરે શુક્રવારની મૅચમાં 0-1થી પાછળ રહ્યા બાદ જબરદસ્ત કમબૅક કરીને આ મૅચ 2-1થી જીતી લીધી હતી.
યાદગાર વિજય બાદ પ્રમુખ નૉબોઆએ ટીકાઓ અને કઠિન પરિસ્થિતિનો સફળતાથી સામનો કરીને દેશને ગૌરવ અપાવવા બદલ તેમ જ દેશભરની પ્રજાને ખુશ અને રોમાંચિત કરી દેવા બદલ ઈક્વેડૉર (Ecuador)ની ટીમના ખેલાડીઓ તેમ જ કોચ સેબાસ્ટિયન બેકાચેસનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો./
Gonzalo Plata winning goal in Ecuador vs Germany FIFA World Cup game pic.twitter.com/5FpQGyXPyc
— Daily Foot Vibes (@dailyfootvibes) June 25, 2026
ઈકવેડૉર વિશે થોડું જાણીએ...
ઈકવેડૉર વિકાસશીલ રાષ્ટ્ર છે. આ દેશ આર્થિક રીતે ખનિજ તેલ અને કૃષિ પેદાશોની નિકાસ પર જ નભે છે. આ દેશની 89% જનતા ખ્રિસ્તી છે. 9 ટકા લોકોનો કોઈ જ ધર્મ નથી. 1822માં (204 વર્ષ પહેલાં) આ દેશ સ્પેનથી આઝાદ થયો હતો. ઈક્વેડૉરમાં સ્પેનિશ ભાષા સૌથી વધુ બોલાય છે.