રાજકોટઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો. સગાઈ અને જલવિધિ બાદ યુવકે યુવતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ લગ્નનો ઇનકાર કર્યો હતો. લગ્નની ના પાડતા યુવતિએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
શું છે મામલે
શહેરમાં એક યુવકે યુવતિને લગ્નનો વિશ્વાસ આપી, તેણીની અગાઉ થયેલી સગાઈ તોડાવી નાખી હતી. ત્યારબાદ પોતે આ યુવતિ સાથે સગાઈની વિધિ કરી રાજકોટમાં અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને છેલ્લે લગ્નની ના પાડી દઇ સગાઇ અને જલવિધી તોડવા વકીલ મારફતે નોટિસ મોકલી છેતરપીંડી કરતાં ગુનો દાખલ થયો હતો અને પોલીસે આરોપીની અટકાયત પણ કરી હતી.
આ બનાવમાં 23 વર્ષીય યુવતીએ મૂળ સોમનાથ ગીરના તાલાલાના અને હાલ ભરૂચ ખાતે રહી પ્રાઇવેટ નોકરી કરતાં 25 વર્ષના યુવાન અવધ બટુકભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતી રાજકોટમાં રહી પ્રાઇવેટ નોકરી કરે છે. ગઈ તા. તા.18-10-2025 ના રોજ આરોપી સાથે તેણી સંપર્કમાં આવી હતી. જે બાદ તેણી યુવકની વાતોમાં આવીને આ યુવતિએ પોતાની અગાઉ થયેલી સગાઈ પણ તોડી નાખી હતી. ત્યારબાદ આરોપીએ આ યુવતિ સાથે સગાઈ/જલ વિધિ કરી હતી. રાજકોટમાં રહેતી યુવતિ સાથે ઓક્ટોબર 2025થી માર્ચ 2026 સુધીના સમયગાળમાં આ શખ્સે અવાર-નવાર રાજકોટમાં આકાશવાણી ચોક પાસે આવેલ એક મકાનમાં શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
પરંતુ બાદમાં આ શખ્સે પોતાની હવસ પૂર્ણ થતાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમજ યુવતિને સગાઇ-જલવિધી તોડી નાખવા માટે વકીલ મારફત નોટિસ મોકલાવી દીધી હતી.આમ પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી થયાનું જણાતાં યુવતિએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીને સકંજામાં લીધો હતો.