Fri Jun 26 2026

Logo

વડોદરામાં પ્રથમ વખત કૃત્રિમ તળાવમાં તાજિયાનું થશે વિસર્જન

2026-06-26 13:58:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ આજે મહોરમનું પર્વ ઉજવાઈ રહ્યું છે. આ દરમિયાન વડોદરામાં પ્રથમ વખત તાજિયાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે. શહેર પોલીસના આઈડિયાનો મુસ્લિમ સમાજે સ્વીકાર કર્યો હતો. તેનાથી શહેરમાં ક્યાંય ટ્રાફિક જામ પણ નહીં થાય અને વિસર્જન સ્થળ પર લોકોની લાઈન પણ ઘટશે.

મળતી વિગત પ્રમાણે, મોહરમ પર વડોદરા શહેર પોલીસે મોટી પહેલ કરીને મુસ્લિમ સમાજના લોકોને સંવાદ દ્વારા કૃત્રિમ તળાવમાં તાજિયા વિસર્જન કરવા રાજી કર્યા હતા. અત્યાર સુધી મુસ્લિમ સમાજ વડોદરાના સરસિયા તળાવમાં તાજિયાનું વિસર્જન કરતા હતા. પ્રથમ વખત તાજિયાનું વિસર્જન તાંદલજા વિસ્તારમાં જ થશે. તાજિયાને વાંસ, લાકડા અને રંગીન કાગળથી સજાવવામાં આવે છે.

વડોદરામાં તાજિયાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે.  શહેર પોલીસના કહેવા પ્રમાણે, અત્યાર સુધી તાંદલજા વિસ્તારમાં સરસિયા તળાવમાં તાજિયાનું વિસર્જન થતું હતું. આ વખતે મુસ્લિમ સમાજે સ્થાનિક સ્તરે જ વિસર્જન કરવાના વિચારનો સ્વીકાર કર્યો હતો. તાજિયાના કારણે ટ્રાફિક પણ પ્રભાવિત નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આશરે 100થી વધારે તાજિયા સરસિયા તળાવમાં વિસર્જિત કરવામાં આવે છે. આ વખતે આશરે 30 તાજિયાનું તાંદલજામાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે. જેના કારણે સરસિયા તળાવ પર વિસર્જન દરમિયાન થતી ભીડ પણ ઓછી થશે.