Thu Jun 25 2026

Logo

'રસોઈ અને સફાઈ માત્ર મહિલાઓનું કામ નથી', પ્રિયંકા ચોપરાએ કેમ કહી આ વાત?

2026-06-25 18:28:33
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડની દરેક સેલિબ્રિટીનો એક અલગ અંદાજ હોય છે. સ્ક્રિન પર હોય ત્યારે એક અલગ અવતારમાં જોવા મળે છે પણ ઓફ સ્ક્રિન તેઓ ખૂબ જ સરળ અને શાંત સ્વભાવના હોય છે. ક્યારેક પોતાની સમજણને કારણે ચર્ચામાં હોય છે તો ક્યારેક એના જેવું ડિસ્પિલીન જીવનમાં ઊતારવા જેવું હોય છે. ક્યારેક કોઈ સારી વાત કહીને દિલ જીતી લે છે તો ક્યારેક વર્તણૂક ઘણું બધુ કહી દેતી હોય છે. આવું જ હાલમાં પ્રિયંકા ચોપરાએ કર્યું છે. ઘરમાં મહિલાઓની જવાબદારી અને પુરૂષોના કાર્યોના મુદ્દે તેણે દિલ ખોલીને વાત કરી હતી. 

કોઈ એક જેન્ડરની જવાબદારી નથી

પ્રિયંકાએ કહ્યું હતું કે ઘરમાં માત્ર જમવાનું બનાવવું, સફાઈ કરવી અને ઘરના બીજા કામ કરવા એ માત્ર કોઈ એક જેન્ડરની જવાબદારી નથી.પ્રિયંકાનો કહેવાનો અર્થ મહિલા તરફથી વધારે હતો. એમનું એવું સ્પષ્ટ માનવું છે કે, ઘરના કામની જવાબદારી માત્ર મહિલાઓ પૂરતી જ સિમિત નથી. 

તાજેતરમાં થયેલા એક કાર્યક્રમમાં તેણે પોતાના નાનપણની સમાનતા અને બરોબરની વાત પર પ્રકાશ પાડ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં દિલ ખોલીને વાત કરતા પ્રિયંકાએ અનેક એવા મુદ્દાઓ પર પોતાના વિચારો કહ્યા હતા. 

એક્ટ્રેસે કહ્યું કે, આજે પણ ઘણાય ઘરમાં જમવાનું બનાવવું, સફાઈ કરવી અને ઘરના અન્ય કામ કરવા એ મહિલાઓની જવાબદારી માનવામાં આવે છે. સફાઈ અને રસોઈ એ માત્ર મહિલાઓના જ કામ નથી આ દૈનિક ધોરણે નિભાવવી પડતી જવાબદારી છે.કોઈ એક જેન્ડરને આની સાથે જોડી અસમાનતા ઊભી ન કરો.

હવે કોન્ટેટ બનાવવું સરળ છે

માત્ર મહિલાઓની જ નહીં હોલિવૂડની વાત કરતા પ્રિયંકાએ ઉમેર્યું કે, ટેક્નોલોજીએ કોન્ટેટ બનાવવાનું કામ સરળ કરી દીધું છે. કોન્ટેક્ટ તૈયાર કરવા હવે પહેલા કરતા વધારે સરળ અને સ્પષ્ટ થઈ રહ્યા છે. ઓબસેશન નામની હોલિવૂડની ફિલ્મની સફળતાની વાત કરતા તેણે આ વાત ઉમેરી હતી.અગાઉ એવું હતું કે, જો તમારે ફિલ્મમેકિંગમાં આવવું હોય તો એ નક્કી કરવું પડતું હતું કે, તમારે ક્યા વિભાગમાં કામ કરવું છે. 

ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવી ખૂબ જ મુશ્કેલ હતી. આજે તો તમારી પાસે કોઈ આઈડિયા હોય તો એને શુટ કરો, યુટ્યુબ પર મૂકો પછી જુઓ. ઓબસેશન જેવી ફિલ્મ અત્યારે પણ બની શકે છે. મનોરંજનની દુનિયાનો એકભાગ બનવા માટેનો અત્યારે એક ઉત્તમ સમય છે. આવનારા સમયમાં પ્રિયંકા વારાણસી નામની ફિલ્મમાં મહેશ બાબુ સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. આ સિવાય પણ પ્રિયંકા પાસે બીજા પણ કેટલાક ફિલ્મ સંબંધિત પ્રોજેક્ટ છે. 

હોલિવૂડની ફિલ્મમાં પણ દેખાશે

આ સિવાય પ્રિયંકા અમર પરી નામની એક ફિલ્મ ઉપર પણ કામ કરી રહી છે. વાવડ એવા પણ મળી રહ્યા છે કે, હોલિવૂડમાં તે એન્જલીના જોલી સાથે સ્ક્રિન શૅર કરતી જોવા મળશે. પ્રિયંકાએ પણ આ વાત કન્ફર્મ કરી હતી. આ ક્યો પ્રોજેક્ટ છે અને કઈ ફિલ્મ છે એ અંગે કોઈ જાણકારી આપી ન હતી. 

એક લાંબા સમયના બ્રેક પછી તે ફિલ્મોમાં કમબેક કરી રહી છે. વારાણસી એની કમબેક ફિલ્મ છે. આ ફિલ્મમાં તેનો એક અલગ અવતાર જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ વારાણસીમાં શરૂ થઈ ગયું છે રાજામૌલી મહેશબાબુને લઈને આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મની વાર્તા શું છે અને કઈ થીમ પર ફિલ્મ બની રહી છે એના પર દર્શકોની નજર છે.