ડૉ. નિરંજન રાજ્યગુરુ
સેવા કરે સુરભિ તણી, ફળ ચાખશે મીઠાં ઘણાં,
ને કુળ વિશે એ પામશે સંતોષ, ના રાખે મણા,
રિદ્ધિ અને સિદ્ધિ, સદા યે સંપત્તિ સઘળી મળે,
માગ્યા વિના એ કામધેનુની પૂજા તુરત ફળે..
ગાય એટલે દિવ્ય ચેતનાનો અખૂટ ભંડાર, જે મનુષ્યને શ્રેષ્ઠ પોષણ આપે, આરોગ્ય આપે, બુદ્ધિ આપે,ઐશ્વર્ય આપે, સુખ આપે, સમૃદ્ધિ આપે, દિવ્ય શક્તિ આપે, શુભ લક્ષ્મી આપે, શાંતિ આપે, સ્વાસ્થ્ય આપે, સૌંદર્ય આપે, તન-મન-આત્માને શુદ્ધ આંતરચેતના આપે. ગાયને આપણા ૠષિ- મુનિઓએ વિશ્વમાતાનું બિરૂદ આપ્યું છે, શુદ્ધ ગોવંશનું સંરક્ષણ તથા સંવર્ધન એ માત્ર ગુજરાત કે ભારતની જ નહીં પરંતુ સારા યે વિશ્વની અનિવાર્ય આવશ્યક્તા છે. ગોપાલન, ગોરક્ષણ, ગોસંશોધન, ગોસંવર્ધન, ગોચિકિત્સા, ગોવિજ્ઞાન, ગોવિદ્યાનો પ્રસાર તથા ગોમંત્રનું ગાન એ ગોસેવાના આઠ અંગો દ્વારા અષ્ટાંગયોગ સાધી શકાય છે.આપણા ૠષિઓએ ગાયું છે કે-
ગા વૈ પશ્યામહં નિત્યં, ગાવ: પશ્યન્તુ માં સદા
ગાવોસ્માકં વયં તાસાં, યતો ગાવસ્તતો વયમ્.
(નિત્ય અમે ગાયોનાં દર્શન કરીએ, ગાયો અમારી સામે નજર નાંખે, ગાયો અમારી છે, અમે ગાયોના જ છીએ,ગાયોના કારણે જ અમારૂં અસ્તિત્વ છે.)
આપણા સમાજમાં આજે તાતી જરૂરિયાત છે ચાર પ્રકારના ઉપાસકોની. ગો-સેવક, ગો-સાધક, ગો-વિદ્ અને ગો-સિદ્ધ. મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધીના સોળે સંસ્કારોમાં ગાયની અનિવાર્યતા આપણા ૠષિ-મુનિઓએ દર્શાવી છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં અગ્નિપૂજન દ્વારા વાતાવરણની પવિત્રતા, મનુષ્ય આરોગ્ય અને શુદ્ધ પ્રાણવાયુ પ્રાપ્ત કરીને પર્યાવરણમાં વ્યાપ્ત ઝેરીલા વાયરસ-બેકટેરિયા-જીવાણુ-વિષાણુ-કીટાણુનો નાશ કરવા માટે યજ્ઞ, હવન, ધૂપ અને દીપના માધ્યમથી સમગ્ર વાતાવરણ, પર્યાવરણ તથા આબોહવા સ્વચ્છ અને પવિત્ર રહે એ રીતે ધરતી, જળ, પવન, અગ્નિ અને આકાશની સૂચિતા જાળવી રાખે અને લોકસમુદાય ફરી પ્રકૃતિની નજીક પોતાના સંતાનોને લઈ જાય એવા શુભ આશયથી આપણા પૂર્વજો તન અને મનની તંદુરસ્તી જાળવી રાખતા.
આપણે જાણીએ છીએ કે પોતાના નિવાસસ્થાન, સાધનાસ્થળ, ઑફિસ, કાર્યાલય, ઈન્ડસ્ટ્રીઝ, મંદિર, સંસ્થા, ઉપાશ્રય, ગૌશાળા, હોસ્પિટલ કે અન્ય કોઈપણ સ્થાનના પ્રદૂષિત વાતાવરણને જંતુમુક્ત અને શુદ્ધ કરવા માટે, કોઈપણ ધર્મના દેવી-દેવતાના ધાર્મિક પૂજન, ધ્યાન, આધ્યાત્મિક સાધના, ભક્તિ અને યોગ સાથે શુભ લક્ષ્મીની પ્રાપ્તિ કરવા, સકારાત્મક ઊર્જા મેળવવા માટે... તમામ પ્રકારના રોગમાંથી મુક્ત તંદુરસ્ત આયુષ્ય મેળવવા માટે ગાયના ગોબરને સળગાવવાથી આપણને શુદ્ધ પ્રાણવાયુ પ્રાપ્ત થાય છે.
જો એમાં અસલ ગીર ગાયના પંચગવ્ય (શુદ્ધ ઘી, દૂધ, દહીં, ગોમય, ગોઝરણ) ઉપરાંત નવ ગ્રહ સમિધ (આંકડો, ખાખરો, ખેર, ખીજડી, અઘેડો, ઉંબરો, દર્ભ, દૂર્વા) અને કુદરતી વનસ્પતિજન્ય પ્રાકૃતિક સુગંધી પદાર્થો ગુગળ, અગર, કપુર, નાગરમોથ, કાળા તલ, રાળ, વજ, મેંદાલકડી, જટામાંસી, બિલ્વફળ, કોપરૂ, કપુરકાચલી, ખસ-વાળો, આંબળા, તુલસી, નગોડ, ગરમાળો, લીમડો, નીલગીરી, અરડુસી, મરવો, બિલીપત્ર, તકમરીયાં, જવ, સરસવ અને શુદ્ધ મધ જેવાં યજ્ઞ સમિધો ઉમેરવામાં આવે તો વાતાવરણ જંતુમુક્ત થઈને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે.
ધાર્મિક પૂજન-ધ્યાન-આધ્યાત્મિક સાધના, યોગ અને તંદુરસ્તી માટે આ યજ્ઞવિદ્યાની ભેટ આપણા ૠષિ-મુનિઓ દ્વારા આપણને મળી છે. ગાયોના પંચગવ્ય- દૂધ, દહિ, ઘી, ગોઝરણ અને ગોબરની સાથે આવી પવિત્ર ચીજોની આહુતિ આપવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. જેમાં કોઈપણ પ્રકારના ઝેરી કેમિકલ કે રસાયણનો ઉપયોગ કરવામાં આવતો ન હોય એવી ચીજો વાપરીને જ આપણે સમગ્ર માનવજાતને બચાવી શકીએ.
ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં- ખાસ કરીને તમામ ધાર્મિક વિધિવિધાનો પૂજા અર્ચનામાં તન, મન, અને આત્માના શુદ્ધિકરણ માટે તથા આજુબાજુના પ્રદૂષિત વાતાવરણને શુદ્ધ કરવા માટે ધૂપ અને દીપનું ખાસ મહત્ત્વ રહ્યું છે. આંખ તથા હૃદયને નુકસાન કરનારાં ઝેરી કેમિકલ કે રસાયણો દ્વારા બનાવેલ, તીવ્ર સુગંધી અગરબત્તી તથા ધૂપના વિકલ્પે, કુદરતી દિવ્ય યજ્ઞની મંદ છતાં પવિત્ર સુગંધ ધરાવતી, પ્રાકૃતિક સુરભિકા દિવ્ય અગરબત્તી- દિવ્ય ધૂપ સ્ટિક, મચ્છર અગરબત્તી, નવગ્રહ યજ્ઞ છાણાં ટિકડી, ગુગળ છાણાં ટિકડી, ધૂપ પાઉડર જેવી વસ્તુઓનું ઉત્પાદન ઘણી ગૌશાળાઓ દ્વારા થાય છે. આવી ગૌ પ્રોડકટસ હવે તો ઢસુરભિકા’ના નામથી ઓનલાઈન પણ પ્રાપ્ત થાય છે.
ભાષા, પ્રદેશ, જ્ઞાતિ, જાતિ, કૂળ, વંશ, ધર્મ, સંપ્રદાય, પંથ, પક્ષ, વિચારધારા,ગરીબ-શ્રીમંત, નાના- મોટા, સ્ત્રી-પુરુષના ભેદભાવમાં રાચવાનું છોડી, તમામ ક્ષેત્રોમાં વ્યાપ્ત કટૃરતા ઓછી થાય એવા પ્રયાસો કરીને એક નાનકડા ચિંતનશીલ -જાગૃત વર્ગને શક્ય તેટલા મદદગાર થઈ શકાય એવું વિચારીને ગુજરાતના મરમી કવિશ્રી મકરન્દભાઈ દવેના આદેશથી જ ગોંડલ પાસેના ઘોઘાવદર ગામ નજીક આનંદ આશ્રમની સ્થાપના કરવામાં આવેલી. દિવાલ કે દરવાજા વિનાનો આ આશ્રમ મનોરંજન સ્થળ નથી, અહીં માત્ર ગોસેવા-ગોવિદ્યા-ગોસંવર્ધન અને સંતસાહિત્ય સંશોધન ઉપરાંત વિવિધ સેવા અને સાધનાની પ્રવૃત્તિઓ થાય છે.
કોઈ જ ધર્મ, સંપ્રદાય, પંથપરંપરા કે ગુરુની કંઠી બંધાવ્યા વિના, કોઈ જ ધર્મ જિજ્ઞાસુ કે અધ્યાત્મના પંથે ચાલવા માગતા સાધકને પોતાની કંઠી બાંધવાના પ્રપંચને ત્યાગીને, કશી જ જાહેરાત, ફંડફાળા, સહાય, દાન-અનુદાન માટેના પ્રયાસો ર્ક્યા વિના, કોઈ જ શિષ્ય, સેવક, અનુયાયી સમુદાય વિના, માત્ર આકાશી રોજીથી, પરમાત્મા જેમ ચલાવે તેમ એક જ આધાર કે ભરોસા ઉપર, ધરમની ધજા બાંધ્યા વિના- અન્નક્ષેત્રનું બોર્ડ માર્યા વિના, આંગણે આવનાર અતિથિની નાત-જાત, નામ, વ્યવસાય, ગામ, ધર્મ-પંથ-સંપ્રદાય કશું જ પૂછયા વિના, અંતરનો આવકાર આપી તેમની દરેક પ્રકારની જિજ્ઞાસા સંતોષવાની નેમ સાથે પોતાની પાસે બેસાડીને પરિતૃપ્ત કરવો એ જ આ આશ્રમની જીવનસાધના છે. આ આશ્રમમાં ક્યારે ય જાહેર કાર્યક્રમો કરીને લોકસમુદાય એકત્ર કરવામાં આવતો નથી.