આચમન - અનવર વલિયાણી
* વાલિયામાંથી વાલ્મીકિ બનાવે તેઓ સત્સંગ શબ્દો,
* યોગ્ય વ્યક્તિનો જીવનના અમુક વળાંકે ભેટો,
* ગાંધીજીને યોગ્ય ટિકિટ હોવા છતાં આફ્રિકામાં રેલવે પ્રવાસ દરમિયાન ‘અપમાનજનક’ શબ્દો ઉપરાંત લગેજ સાથે પ્લેટફોર્મ પર ઉતારી મૂકનારો બનાવ અને તેવા બીજા બનાવો
* શ્રીમદ્ રાજ્યચંદ્રની સત્સંગભરી મુલાકાત,
* રાજા હરિશ્ર્ચંદ્રના ચિત્રપટની મન પર થયેલી અસર,
* તિલકની સલાહ પ્રમાણેનું ‘ભારત દર્શન’,
- ડૉ. આંબેડકરના જીવનમાં દલિત અશ્પૃશ્યતા,
- અસમાનતાના ધાર્મિક કટ્ટરવાદનો અપમાનજનક અનુભવ-સામૂહિક ધર્માન્તર તરફ ફરી ગયો, દેશને અનામત તરફ દોરી ગયો.
* અતિ ગરીબી
* ભૂખ
* અપમાન
* ગુસ્સો
* અહંકાર-અભિમાન પણ વળાંક આપે અને
- અતિ સમૃદ્ધિ
- વ્યસનો
- માંદગી-બીમારી
- વૃદ્ધાવસ્થા- એકલતા
- સ્વાર્થીપણું
- લોભ, આળસ, કંજૂસાઈ પણ વળાંક આપે છે.
* વિવેક રેખાઓ (લક્ષ્મણ રેખા) આપણા દ્વારા તૂટે કે સામી વ્યક્તિ રાવણ, હિટલર, દૂર્યોધન જેવા તોડે કે સીતાજીથી તૂટે, જીવનમાં વળાંક આવે.
* જનક રાજાના જીવનમાં અષ્ટાવક્રે તથા કૈકેઈએ વળાંક આપ્યો
* પાંડવોના જીવનમાં દૂર્યોધને, ધુતરાષ્ટ્રે અને ભગવાન શ્રીકૃષ્ણે વળાંક આપ્યો
- ઈનામ
- શાબાશી
- સત્સંગ
- પ્રેમ-શુશ્રૂષા
- સેવા, સુવાક્ય, સુવાંચન, પ્રવચન
- ગુલામી-આઝાદી, સ્વછંદતા
- ભ્રષ્ટાચાર
- અપમાન, વ્યસન, શિક્ષણ, એકલતા, અહંકાર, નમ્રતા
- આસક્તિ, ભક્તિ
- કુદરત તથા માનવ નિર્મિત આફતો
- કાયદા-કાનૂનોમાંના ફેરફારો
- લાલચ-ક્રૂરતા
- દયા-કરુણા, પ્રાર્થના-દુઆ-બંદગીના લીધે પણ જીવનમાં વળાંકો આવી શકે.
વહાલા વાચક બિરાદરો! પ્રત્યેક જીવનમાં ઘણા બધા મોડ-વળાંકો આવે જ છે.
- ક્ષમા અને ત્યાગ આવનારા જીવનને શુભ વળાંકમાં ફેરવવાની તાકાત-શક્તિ રાખે છે.
- સત્સંગ, સાત્ત્વિક વાંચન, ઉચ્ચ શિક્ષણ અને કળાની સાધનાથી પણ શુભ વળાંકોની શક્યતાઓ વધી શકે.
- દૃષ્ટાભાવ
- ઈશ્ર્વર તથા અંત:કરણના અવાજ પ્રમાણે વર્તવાની
- ‘કર્તવ્યધર્મ’ બજાવવાની દૃઢતા કેળવાય તો શુભ વળાંકો આવતા જાય અને તેની ગતિ ઝડપી હોય, એક દિશામાં અને ધ્યેય તરફી હોય, પણ સામેથી આવનારા ભટકાઈ પણ શકે.
- જિસસ, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, પયગંબર હઝરત મહંમદ, મધર ટેરેસા, મહાત્મા ગાંધી. ડૉ. આંબેડકર, અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ, નૉબલ પ્રાઈઝ વિજેતા જેવા મહામાનવો, સૂફી, સંતો, મહાત્માઓ, અવતારોના જીવનમાં વળાંકોએ તથા
- બાઈબલ
- ભગવદ્ ગીતા
- કુરાન પાન જેવા ગ્રંથોએ લાખો-કરોડો માનવોના જીવનને વળાંકો આપ્યા છે. તેમની દશા-દિશા બદલી નાખ્યા છે. ત્યારે કેટલાક વળાંકો અભિમન્યુના કોઠા જેવા ભૂલભૂલામણી જેવા અનેક દિશામાં ફંટાતા રસ્તા જેવા હોય છે. ક્યારેક વળાંકો પસંદ કરવાની છૂટ હોય છે, ક્યારેક નહીં! ટૂંકમાં જીવન સતત પરિવર્તનશીલ એટલે કે વળાંકોથી ભરપૂર છે.
એક પ્રાર્થના:
* સર્પાકારે વળાંકો લેતી નદીઓ કેટલાય ગામોને નવજીવન આપતી મહાસાગરમાં વિલીન થવાના, મળવાના ધ્યેયને પામે છે.
* એવું જીવન ઉત્તમ છે જે અન્યોને નવજીવન આપે અને ઈશ્ર્વર ઈચ્છામાં વિલીન થાય.
* અલ્લાહ, ઈશ્ર્વર સર્વેને તથા મનેકમને એવી જાગૃતિવાળા વળાંકો આપે અને વળાંકો વખતે જાગૃતિ આપે તેવી પ્રાર્થના, દુઆ.