સતત પાંચ સેશનના ઘટાડા બાદ સપ્તાહના પ્રથમ સેશનમાં અમેરિકા અને ઇરાન વચ્ચેનું સંકટ હળવું થતા માર્કેટમા શાનદાર તેજી જોવા મળી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડાએ પણ માર્કેટને સપોર્ટ આપ્યો છે. નિફ્ટી 23,900ની ઉપર ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 600થી વધુ પોઇન્ટની તેજી દર્શાવી રહ્યો છે. સેન્સેક્સ શુક્રવારના સેશનમાં 76,059.77ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારના સેશનમાં સેન્સેક્સ 549.21 પોઇન્ટ ઉછળી 76,608.98ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી શુક્રવારે 23,767.45ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારના સેશનમાં નિફ્ટી 160.95 પોઇન્ટના વધારા સાથે 23,928.40ની સપાટીએ ખુલ્યો હતો.
માર્કેટના ટોપ ગેઇનર્સ
શેરબજારના સોમવારે વધનારા શેરો પર નજર કરીએ તો રામક્રિષ્ણા ફોર્જ, કારટ્રેડ ટેક્નોલોજી, આઇડીએફસી ફર્સ્ટ બેંક, કેફીન ટેક્નોલોજી, ટીબીઓ ટેક્નોલોજી, એક્યુટાસ કેમિકલ, ડો. લાલ પેથોલોજી લેબ, ગેલન્ટ ઇસ્પાત, પીવીઆર આઇનોક્સ, અતુલના શેરમાં તેજી જોવા મળી રહી છે.
નિફ્ટી ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો ઝેન ટેક્નોલોજી, ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ, ચેન્નઇ પેટ્રો, ગોદાવરી પાવર, ઓએનજીસી, એમઆરપીએલ, ઓઇલ ઇન્ડિયા, જીઇ શોપિંગ, થર્મેક્સ, એજિસ લોજિસ્ટિક્સ, બીઓઆઈ, ફિઝિક્સવાલા, હિમાદ્રી સ્પેશ્યલના શેરમાં રેડ ઝોનમાં કારોબાર જોવા મળી રહ્યો છે.
એશિયન બજારોના હાલ
ગિફ્ટ નિફ્ટી, નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, શાંઘાઇ, કોસ્પીમા ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ તાઇવાન, જકાર્તા, સેટ કોમ્પોઝિટ રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.