કોલંબિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 66 એ પહોંચ્યો, 48 ઘયાલ
બોગોટા: દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં ગઈ કાલે સોમવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, કોલંબિયન આર્મીના 114 જવાનો અને 11 ક્રૂ મેમ્બર્સને લઇને જઈ રહેલું મીલીટરી વિમાન ક્રેશ થયું હતું, આહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 66 જવાનો મોતને ભેટ્યા છે અને 48 જવાનો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.
Atención: Un avión Hércules de la @FuerzaAereaCol se accidentó saliendo de La Tagua, Putumayo. 110 soldados iban a bordo. Ya han sido rescatados 20 militares heridos. Situación en desarrollo. Vía @BluRadioCo pic.twitter.com/Jgb4tw74aP
— Ricardo Ospina (@ricarospina) March 23, 2026
કોલંબિયાના સંરક્ષણ પ્રધાન પેડ્રો સાંચેઝે X પર પોસ્ટ કરીને જણાવ્યું, દુર્ઘટનાગ્રસ્ત વિમાન હર્ક્યુલસ C-130 લોકહીડ માર્ટિન કંપની દ્વારા બનાવવામાં આવ્યું આવ્યું હતું. વિમાને પેરુની સરહદ પર આવેલા પ્યુર્ટો લેગુઇઝામોથી ટેક ઓફ કર્યું કર્યું હતું, ટેકઓફ કર્યાની થોડી વારમાં જ વિમાન ક્રેશ થયું હતું.
કોલંબિયાની વાયુસેના કમાન્ડર ફર્નાન્ડો સિલ્વાના જણાવ્યા મુજબ કે વિમાનમાં 114 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ સવાર હતાં, અધિકારીઓ આ વિમાન ક્રેશ થવા પાછળના કારણની તપાસ કરી રહ્યા છે.
અહેવાલ મુજબ આ વિમાન શહેરથી માત્ર 3 કિમી દૂર ક્રેશ થઇ હતી, જો વિમાન શહેરી વિમાનમાં ક્રેશ થયું હોત તો વધુ જાનહાની સર્જાઈ હોત.
આ વિમાન દુર્ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે, એક વિડીયોમાં જોવા મળે છે કે વિમાન ટેક ઓક ઓફ કર્યાની થોડી જ સેકન્ડો બાદ આગળનાં ભાગથી નીચે પડતું દેખાય છે.
#ATENCIÓN. Apareció un video grabado por pobladores de Pto. Leguizamo (Putumayo) que mostraría el momento en que el avión Lockheed C-130 Hercules de la FAC se accidenta. En las imágenes se observa que la aeronave apenas había despegado cuando perdió altura y cayó.
— Colombia Oscura (@ColombiaOscura) March 23, 2026
En desarrollo https://t.co/zNgI6TVpg3 pic.twitter.com/3ajLIU36ym
એક વિડીયોમાં દુર્ઘટના બાદ કાળા ધુમાડાના ગોટા નીકળતા દેખાય છે.
અગાઉ રાષ્ટ્રપતિ પેટ્રોએ ચિંતા વ્યક્ત કરી હતી:
થોડા દિવસો અગાઉ કોલંબિયાના રાષ્ટ્રપતિ પેટ્રોએ X પર એક પોસ્ટ કરીને સેનાના આધુનિકીકરણની તેમની યોજનાઓમાં વિલંબ બદલ બ્યુરોક્રેશીની ટીકા કરી હતી. તેમણે લખ્યું હતું, " રાષ્ટ્રપતિ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન લશ્કરી દળોના સાધનોનું આધુનિકીકરણ કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા જ્યારે મેં વિનંતી કરી હતી, પરંતુ લશ્કરી વહીવટમાં અમલદારશાહી બાધાઓને કારણે કોન્પેસ/કોન્ફિસને આ કાર્ય હાથ ધરવાની મંજૂરી મળી ન હતી."