Sat Jun 27 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :27 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-27 08:22:00
Author: Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-27 09:45:39

વેનેઝુએલામાં ભૂકંપથી 900થી વધુ લોકોના મોત

વેનેઝુએલામાં અત્યાર સુધીમાં 920 થી વધુ લોકોના મોત થયાની સત્તાવાર પુષ્ટિ  કરવામાં આવી હતી. ઉપરાંત 3000થી વધુ લોકો ઘાયલ થયા છે. અસંખ્ય લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

2026-06-27 08:22:30

હિંસાનો જવાબ હિંસાથી મળશે: જેડી વેન્સની ઈરાનને ચેતવણી

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયા પછી પણ પશ્ચિમ એશિયામાં તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. હોર્મુઝ ખાડીમાં એક કાર્ગો જહાજ પર થયેલા ડ્રોન હુમલા બાદ અમેરિકાએ ઈરાન પર મોટો હુમલો કર્યો છે. વળતી કાર્યવાહીમાં અમેરિકન સેનાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન ઠેકાણાઓની સાથે-સાથે હોર્મુઝની આસપાસ આવેલા રડાર સાઈટ્સને નિશાન બનાવ્યા હતા. આ પછી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું કે, હિંસાનો જવાબ હિંસાથી મળશે.