દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ડેમોલિશનના મુદ્દે કમિશનર એક્શનમાં
સુરત મહાનગર પાલિકાના કમિશનરે તપાસ કમિટી બનાવીને ખોટા ડેમોલિશનના એક્શન પાછળ કાયદાકીય પગલાં લીધા છે.પાલિકના ડે. કમિશનરની અધ્યક્ષમાં કમિટી બનાવવામાં આવી છે, કમિશનરે તપાસ કમિટીમાં 6 સભ્યોની નિયુક્તિ કરી છે, તપાસના નામે કમિટી રચી મામલો થાળે પાડવાનો પ્રયાસ હોય એવું હાલ લાગી રહ્યું છે,કમિશનરને અધિકારીઓ ડિમોલિશનનો રિપોર્ટ આપતા ન હતા આ કારણે એક્શન લેવાયું હોવાનું માનવામાં આવે છે.
અફઘાનિસ્તાનમાં ઘૂસી પાકિસ્તાને કરી એર સ્ટ્રાઇક, 13ના મોતથી ભારે આક્રોશ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં વ્યાપેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અફઘાન સરકારના પ્રવક્તા દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ ગઈકાલે રાત્રે અફઘાનિસ્તાનની અંદર ઘૂસીને અંધાધૂંધ બોમ્બમારો કર્યો હતો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક સામાન્ય નાગરિકો ભોગ બન્યા છે. 13 લોકોનાં મોત થયા છે.
મોદી સરકારના 12 વર્ષ પૂરા થતા નવી દિલ્હીમાં NDAની બેઠક
મોદી સરકારના 12 વર્ષ પૂરા થતા નવી દિલ્હીમાં NDAની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં અનેક મોટા કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. NDAના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં જોડાશે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન જરૂરી મુદ્દાઓ પર સંબોધન કરીને નવો રોડમેપ જાહેર કરશે.
અમેરિકાએ ઈરાન પર મિસાઈલો છોડતા ફરી વધ્યો તણાવ
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ જણાવ્યું છે કે અમેરિકાના હુમલાના જવાબમાં બહેરીનમાં હાજર અમેરિકી સેનાની પાંચમી ફ્લીટપર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. IRGCએ એમ પણ કહ્યું કે જો અમેરિકાના હુમલા ચાલુ રહેશે તો તેઓ પણ આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપશે. બીજી તરફ, અમેરિકાએ હુમલા રોકવાના સંકેત આપ્યા છે અને જણાવ્યું છે કે ઈરાન પર કરવામાં આવેલા હુમલા આત્મરક્ષામાં કરવામાં આવ્યા હતા અને હવે આ હુમલા પૂર્ણ થઈ ગયા છે.