દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો
Live Updates
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર, ભારતીય ઓઇલ કંપનીઓનું નુકસાન વધ્યું
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની અસર ભારતની ઓઇલ કંપનીઓ પર પડી રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર થયો છે. જેના પગલે કંપનીઓએ પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા 5 અને ડીઝલ પર પ્રતિ લિટર ₹23 નું નુકસાન ભોગવી રહી છે.
ગુજરાત વિધાન સભામાં વંદે માતરમ ગાન વખતે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી ગયા, ભાજપે ઉઠાવ્યા સવાલ
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી શરૂ થયું છે. જેમાં આજે વિધાનસભામાં 'વંદે માતરમ' ગાન વખતે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી ગયા હતા. તેની બાદ ભાજપે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
કર્ણાટક હાઇકોર્ટે મલ્લિકાર્જુન ખડગે અને પરિવારને જમીન ફાળવણી કેસમાં રાહત આપી
કર્ણાટક હાઇકોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવાર સંચાલિત ટ્રસ્ટની જમીન ફાળવણીની ગેરરીતિ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં
બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન ફાળવણીની તપાસ માટે હાઇકોર્ટે રચેલી વિશેષ અદાલતના આદેશને રદ કર્યો છે. આ મામલો 8,001 ચોરસ મીટરના મુખ્ય પ્લોટની ફાળવણી સાથે સંબંધિત છે.
રેલવેના 7 નવા પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
કેન્દ્ર સરકારે રેલવેના નવા પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી છે, જેમાં દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નઈ રેલવે રુટનો સમાવેશ થાય છે. ત્રણ નવા મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટને પાંચ રાજ્યના 14 જિલ્લાને કવર કરવામાં આવશે, એમ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું.
ગુજરાતના એકતા નગરના આયોજિત નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સ અંગે નિર્માતા રાહુલ ધોળકિયાએ ઉઠાવ્યા સવાલ
ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક કેવડીયા કોલોની(એકતા નગર)માં 22 સપ્ટેમ્બરના રોજ 72માં નેશનલ ફિલ્મ એવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને વિરોધનો સૂર ઉઠ્યો છે. આ અંગે ફિલ્મ 'પાર્ઝાનિયા' નિર્માતા રાહુલ ધોળકિયાએ દિલ્હી બહાર યોજાનારા સમારોહ અંગે સોશિયલ મીડિયા પર સવાલ કર્યા છે.
યુકેમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ઠપઃ હજારો ફ્લાઈટ્સ રદ
બ્રિટનમાં અચાનક આવી પડેલા ટેક્નિકલ સંકટને કારણે દેશના હવાઈ નેટવર્ક પર ગંભીર અસર પડી છે. મંગળવાર મોડી રાતથી ફ્લાઈટ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમમાં ઊભી થયેલી ગંભીર સમસ્યાને કારણે હજારો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેને લઈ યુરોપમાં એવિયેશન સંકટ ઊભું થયું છે.
વિધાનસભા સત્ર પહેલા કૉંગ્રેસના ધારાસભ્યોના ધરણાં
કૉંગ્રેસના ધારાસભ્યો સત્ર શરૂ થાય તે પહેલા જ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પણ બેસી ગયા છે. જેમાં ધારાસભ્ય અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ, તુષાર ચૌધરી, વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલા જોડાયા છે. ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે.
દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ રાકેશ મેહતાએ કરી આત્મહત્યા
નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ અને 1975ની બેન્ચના આઈએએસ અધિકારી રાકેશ મેહતાએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. નોઈડા ખાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 75 વર્ષીય રાકેશ મેહતાનો મૃતદેહ નોઈડામાં આવેલા સેક્ટર-82માં કેન્દ્રીય વિહાર - 2 સોસાયટીમાં તેમના મકાનમાંથી મળી આવ્યો છે. આ મામલે જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.
મિડલ ઇસ્ટમાં ફરી જંગ: અમેરિકાએ તબાહ કર્યા ઇરાનના 5 ઓઇલ ટેન્કર, હવે તહેરાને આપ્યું અલ્ટીમેટમ
અમેરિકાએ મંગળવારે ફારસની ખાડીમાં ખાર્ગ ટાપુ પાસે ઇરાનના 5 ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યો છે. બે અમેરિકી અધિકારીઓના સુત્રોએ જણાવ્યું કે આ ટેન્કર ઇરાનની ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે સંકળાયેલા હતા. આ હુમલો અમેરિકી નેવીના એક વોરશિપ પર મિસાઇલ હુમલાના પ્રયાસના જવાબમા કરવામાં આવ્યો છે. આ હુમલો અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવનો ભાગ છે. અમેરિકા હોર્મુઝની આસપાસ સૈન્ય અને આર્થિક દબાણ વધારી રહ્યું છે. અમેરિકી સુરક્ષાદળો વેપારી જહાજોની સુરક્ષા કરી રહ્યા છે. અને ઇરાની પોર્ટ પર યુએસનેવીએ નાકાબંધી લગાવી છે.
વિનાશકારી પૂર બાદ તિબેટમાં ફરી 5.3ની તીવ્રતા ભૂકંપ આવ્યો
તિબેટમાં આજે ફરી 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેપાળ અને તિબેટની સીમા પર આવેલ વિનાશકારી પૂરના થોડા દિવસ પછી ફરી ભૂકંપનો આચંકો અનુભવાયો છે. EMSC એ આપેલી જાણકારી પ્રમાણે ભૂકંપ 35 કિલોમીટર (21.75 માઇલ) ની ઊંડાઈએ નોંધાયો છે. નેપાળના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે, અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યાં નથી.