Sun Jul 05 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :05 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-05 08:54:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-05 09:29:57

બે કલાકમાં રાજ્યના 49 તાલુકાઓમાં વરસાદ

આજે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં રાજ્યના 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલામાં પડ્યો હતો, જ્યાં આ બે કલાકમાં જ 2.01 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે મહુવામાં 1.30 ઇંચ વરસાદ ખબક્યો છે.

2026-07-05 09:04:02

પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા તીજન બાઈનું નિધન

નવી દિલ્હીઃ ભારતીય લોક કલાની દુનિયામાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. દેશના પ્રખ્યાત પાંડવાણી ગાયિકા અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા તીજન બાઈનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. રાયપુર સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના પીઆરઓએ તેમના નિધનની પુષ્ટિ કરી છે.