Thu Apr 23 2026

Logo

2006 માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો વળાંક; બોમ્બે હાઈકોર્ટે તમામ 4 આરોપીઓને કર્યા નિર્દોષ જાહેર કર્યા

2026-04-22 12:57:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: વર્ષ 2006માં મહારાષ્ટ્રના માલેગાંવમાં મસ્જીદ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. બોમ્બે હાઈકોર્ટે આરોપીઓ લોકેશ શર્મા, ધન સિંહ, રાજેન્દ્ર ચૌધરી અને મનોહર નરવરિયાને નિર્દોષ જાહેર કર્યા, હાઈ કોર્ટે ચારેય તમામ આરોપોમાંથી મુક્ત કર્યા. 

30 સપ્ટેમ્બર, 2025 ના રોજ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) ની સ્પેશિયલ કોર્ટે ચાર આરોપીઓ સામે ચાર્જીસ ફ્રેમ કરવા આદેશ આપ્યો હતો, આ આદેશને બે આરોપીઓએ બોમ્બે હાઈ કોર્ટેમાં પડકાર્યો હતો.  બોમ્બે હાઈકોર્ટ મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખરની આગેવાની હેઠળની બેન્ચે ચાર આરોપીઓ સામે ચાર્જીસ ફ્રેમ કરવાના NIA ની સ્પેશિયલ કોર્ટના આદેશને રદ કર્યો છે.

ચારેય પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ હત્યા અને ગુનાહિત કાવતરું ઘડવાના આરોપો લગાવવામાં આવ્યા હતાં અને અનલોફૂલ(એક્ટીવીટી) પ્રિવેન્શન એક્ટ (UAPA) હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતાં.

31 લોકોના મોતના જવાબદાર કોણ?
નાસિક જીલ્લાના માલેગાંવમાં 8 સપ્ટેમ્બર 2006 નાં રોજ એક પછી એક ચાર બોમ્બ વિસ્ફોટ થયા હતા, ત્રણ વિસ્ફોટ હમીદિયા મસ્જિદ અને બડા કબ્રસ્તાનના પરિસરમાં શુક્રવારની નમાજ પછી અને ચોથો મુશાવરત ચોકમાં થયો હતો, અ ઘટનામાં 31 લોકોના મોત થયા હતા અને 312 લોકો ઘાયલ થયા હતા.

શરૂઆતમાં મહારાષ્ટ્રની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS) તપાસ કરી હતી, ATS એ કેસના નવ મુસ્લિમ પુરુષોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ તપાસ NIAને સોંપવામાં આવી. NIAની તપાસમાં દાવો કરવામાં આવ્યો કે આ વિસ્ફોટો પાછળ હિંદુત્વવાદી સંગઠનો હાથ હતો અને ચાર હિંદુ આરોપીઓની ધરપકડ કરી.

NIA સ્પેશિયલ કોર્ટનો આદેશ ઉલટાવ્યો:
NIAની સ્પેશીયલ કોર્ટે તમામ નવ મુસ્લિમ પુરુષોને કેસમાંથી મુક્ત કર્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં NIA સ્પેશિયલ કોર્ટે ચારેય હિંદુ આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ કોર્ટના આદેશ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ વર્ષે જાન્યુઆરીમાં, બોમ્બે હાઈકોર્ટે અપીલ દાખલ કરવામાં 49 દિવસના વિલંબને માફ કરી દીધો હતો. હાઈ કોર્ટે જણાવ્યું હતું કે NIA અધિનિયમની કલમ 21 હેઠળ આ રીવ્યુ પીટીશન વૈધાનિક છે. ત્યારબાદ હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. હવે હાઈ કોર્ટે તમામ આરોપીઓને મુક્ત કર્યા છે.