(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રસ્તા પર રખડતા શ્ર્વાનના કરડવાના બનાવ ચિંતાજનક રીતે વધી રહ્યા હોવાથી તેમના વંધ્યીકરણ માટે ત્રણ વર્ષ માટે નવ સંસ્થાને ૨૩ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ બુધવારે સ્થાયી સમિતિમાં વિરોધપક્ષના વિરોધને નહીં ગણકારતા મંજૂર કરવામાં આવ્યો હતો.
મુંબઈમાં રખડતા શ્ર્વાન તરફથી નાગરિકોને કરડવાના બનાવ વધી ગયા છે. તેથી કોર્ટના નિર્દેશ અનુસાર મુંબઈ મહાનગરપાલિકાએ ૧૯૯૮થી બિનસરકારી સંસ્થા પાસેથી શ્ર્વાનના વંધ્યીકરણ કરાવી રહી છે. તે માટે અત્યાર સુધી પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. છતાં રખડતા શ્ર્વાનની સમસ્યા અને તેમની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નહી. તેથી પાલિકાએ રખડતા શ્ર્વાના વંધ્યીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાને બદલે તેમને આશ્રય કેન્દ્રમાં રાખવા એવી માગણી સ્થાયી સમિતિના સભ્ય અને ભાજપના નગરસેવિકા યામિતી જાધવ અને કૉંગ્રેસના નગરસેવિકા તુલિમ મિરાંડાએ સહિતના સભ્યોએ કરી હતી.
હકીકતમાં વર્ષ ૨૦૨૪ની માહિતી અનુસાર મુંબઈમાં રખડતા શ્ર્વાનની સંખ્યા ૯૦,૭૫૭ કહેવામાં આવે છે. તેમાંથી વંધ્યીકરણ નહીં કરેલા રખડતા શ્ર્વાનની સંખ્યા ૩૩,૬૭૧ જેટલી છે, તેમાં નર શ્ર્વાનની સંખ્યા ૨૨,૪૪૭ તો માદા શ્ર્વાનની સંક્યા ૧૧,૨૨૪ છે.
વંધ્યીકરણ નહીં થયેલા શ્ર્વાનની સંખ્યા ૫૭,૦૮૬ છે. તમામ શ્ર્વાનનું વંધ્યીકરણ કરવામ ાટે પાલિકા નવ બિનસરકારી સંસ્થાને ૨૩ કરોડ ૩૦ લાખ રૂપિયા આપવાની છે, તેને લગતો પ્રસ્તાવ બુધવારે સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવ્યો હતો પણ સ્થાયી સમિતિના સભ્ચોએ વંધ્યીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચયા બાદ પણ તેમની સંખ્યામાં વધારો જ થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી, જેમાં ૨૦૨૪થી ૨૦૩૩ સુધી ૧૦ વર્ષમાં શ્ર્વાનની સંખ્યા ૪,૪૮,૯૪૭ જેટલી વધવાની શક્તા પણ નગરસેવકોએ વ્યક્ત કરી હતી. કરોડો રૂપિયા વંધ્યીકરણ પાછળ ખર્ચીને પણ તેમની વસતી વધી રહી હોય તો વંધ્યીકરણ પાછળ પૈસા વેડફવાને બદલે તેમની માટે આશ્રય સ્થાન બનાવાની માગણી બહુમતીએ નગરસેવકોએ કરી હતી.