Wed Jun 10 2026

Logo

ભાજપના સાંસદની કારને ઘોડબંદર રોડ પર નડ્યો અકસ્માત

2026-05-01 19:41:11
Author: Yogesh D Patel
Article Image

થાણે: ભાજપના સાંસદ હેમંત સાવરાને લઇ જતી કારને થાણેના ઘોડબંદર રોડ પર શુક્રવારે વહેલી સવારે થાણેના ઘોડબંદર રોડ પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પાલઘરના સાંસદ બચી ગયા હતા, જ્યારે કારના ડ્રાઇવરને નજીવી ઇજા પહોંચી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કાર શુક્રવારે વહેલી સવારે ગુજરાત તરફ જઇ રહી હતી ત્યારે વિરુદ્ધ દિશાથી આવી રહેલા ડમ્પર સાથે કાર ટકરાઇ હતી. કારની ઍરબેગ્સ તરત જ ખૂલી ગઇ હતી, જેને કારણે કારમાં હાજર લોકો બચી ગયા હતા. 

અકસ્માતની જાણ થતાં નાયગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે મદદ માટે આવી પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે. ભાજપના સાંસદ સાવરા સાથે અકસ્માતગ્રસ્ત કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. (પીટીઆઇ)