Fri May 29 2026

Logo

ભિવંડીમાં ચમત્કારઃ આંબાના ઝાડ પર સીતાફળ ઉગતા લોકોમાં ભારે આશ્ચર્ય

2026-05-05 21:14:25
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ કુદરતની લીલા નિરાળી છે, ક્યારે શું ચમત્કાર કરે કોઈ કહી ન શકે. મુંબઈ નજીકના ભિવંડી વિસ્તારમાં આવું જ કંઈક બન્યું હતું. મુંબઈની ભાગોળે આવેલા ભિવંડીમાં જે બન્યું તેની ચર્ચા થવી સ્વાભાવિક છે. ભિવંડી તાલુકાના સાયગાંવમાં એક આંબાના ઝાડ પર કેરીની સાથે બીજું એક વિચિત્ર ફળ પણ આવ્યું.  

એક ખેડૂતના બગીચામાં એક આંબાના ઝાડ પર સીતાફળ ઉગ્યું છે. શરૂઆતમાં લોકોને ખ્યાલ નહોતો કે આ કયું ફળ છે, પણ થોડું મોટું થયા પછી અને તેને નજીકથી જોયા પછી ખ્યાલ આવ્યો કે તે સીતાફળ છે. હવે, આંબાના ઝાડ પર સીતાફળ જોઈને, આખું ગામ તેને જોવા માટે એકઠું થઈ ગયું. કુદરતના આ ચમત્કારને જોવા માટે લોકો ભેગા થયા.

આ કઇરીતે શક્ય બને એનું બધાને આશ્ચર્ય છે. આ વૃક્ષ પર દર વર્ષે પુષ્કળ પ્રમાણમાં કેરીઓ આવે છે. બીજી મેના આ ઝાડ નીચે રમતા બાળકોએ પહેલી વાર આ સીતાફળ જોયું. તે પછી, તે આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ચમત્કાર જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે.