Fri Jun 12 2026

Logo

ભિવંડીમાં પેપર કંપનીમાં ભીષણ આગ

2026-06-12 20:35:26
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે જિલ્લાના ભિવંડીના પડઘામાં આવેલી પેપર કંપનીમાં ગુરુવારે લાગેલી ભીષણ આગને છેક શુક્રવારે નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. શુક્રવારે મોડે સુધી કુલિંગ ઓપરેશન ચાલ્યું હતું. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ પડઘામાં પેપર કંપનીમાં આવેલી છે, જેમાં ગુરુવારે સાંજે છ વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી.

આગ પર નિયંત્રણ મેળવવા માટે ભિવંડી સહિત, થાણે શહેર, ઉલ્હાસ નગર સહિત અન્ય ફાયર બ્રિગેડ સ્ટેશનમાંથી ફાયર બિગ્રેડની ગાડીઓ આવી હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં મટિરિયલ અને પેપરનો સ્ટોક હોવાથી આગ પર નિયંત્રણ મેળવવામાં ભારે જહેમત કરવી પડી છે. શુક્રવારે મોડેથી નિયંત્રણમાં આવેલી આગ પર કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.