Sun Jun 14 2026

Logo

બાથરૂમની બારીમાંથી બે મહિલાનો વીડિયો ઉતાર્યો: યુવક સામે ગુનો

2026-06-14 19:26:00
Author: Yogesh D Patel
Article Image

Chat GPT Generated Image


થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં બંગલોના બાથરૂમની બારીમાંથી બે મહિલાનો ચોરીછૂપે વીડિયો ઉતારવા બદલ યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર સારંગ ગામમાં આવેલા બંગલોમાં 8 જૂને રાતે આ ઘટના બની હતી. 16 વર્ષના સગીરની નજર પડ્યા બાદ તેણે પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી.

આરોપી આ જ વિસ્તારનો રહેવાસી છે. તેણે સગીરના ઘરના બાથરૂમની બારી પાસે મોબાઇલ ફોન રાખવા માટે લાકડીનો ઉપયોગ કર્યો હતો અને સગીરની માતા અને તેની કાકીનો ચોરીછૂપે વીડિયો ઉતાર્યો હતો.

આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 77 તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

કેસની હાલ તપાસ ચાલી રહી છે અને હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. આરોપી હાલ ફરાર હોઇ તેની શોધ ચલાવવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
 

(પીટીઆઇ)