Fri May 01 2026

Logo

રિમાન્ડ હોમનો સુપરિન્ટેન્ડેન્ટ 30 હજારની લાંચ લેતાં પકડાયો

2026-04-14 19:29:32
Author: Yogesh D Patel
Article Image

બીડ: બીડ જિલ્લામાં સરકાર સંચાલિત રિમાન્ડ હોમના સુપરિન્ટેન્ડેન્ટને ખાનગી એજસીના સિક્યુરિટી ગાર્ડ પાસેથી 30 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતાં પકડી પાડવામાં આવ્યો હતો, એમ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીએ જણાવ્યું હતું.

એસીબીના જાલના યુનિટે સોમવારે સાંજે પાલવન ચોક વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું અને રિમાન્ડ હોમના જુનિયર સિક્યુરિટી ઓફિસર એવા સુપરિન્ટેન્ડેન્ટ કપિલ ભીમરાવ કાંબળે (43)ને લાંચ લેતી વખતે પકડી પાડ્યો હતો. 
સિક્યુરિટી ગાર્ડે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદ બાદ એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સિક્યુરિટી ગાર્ડ ફરજ પર જોડાયા બાદ આરોપીએ કંપનીને એટેન્ડન્સ રિપોર્ટ મોકલવા અને રોજગાર આદેશ જારી કરવામાં મદદ કરવા સહિત સત્તાવાર કામ સરળ બનાવવા માટે 45 હજાર રૂપિયાની માગણી કરી હતી.

આરોપી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, એમ એસીબીના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)