નવી દિલ્હીઃ દેશમાં સાયબર ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. ટેક્નોલોજીની દુનિયામાં ગઠિયાઓએ લોકોના પૈસા ખંખેરવા માટે એવો રસ્તો અપનાવ્યો છે કે, જે ખરેખર જોઈને એકવાર તો ભલભલો માણસ આશ્ચર્ય પામી જાય. સરકાર આવા તત્ત્વો સામે એક્શન લેવા માટે સમયાંતરે મોટી કાર્યવાહી કરે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર ધમધમતા ગેરકાયદેસર ઓનલાઈન કોન્ટેટ પર સરકારે આંખ લાલ કરી છે અને એક્શન પણ લીધું છે.
માર્ચ 2026થી જુલાઈ 2026 સુધના સમયગાળામાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની જુદી જુદી એજન્સીઓએ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આશરે 2.98 લાખ URL ડિલિટ કરી નાંખ્યા છે. સરકારે આપેલા એક રિપોર્ટ અનુસાર જેટલા પણ URLને બ્લો કરવામાં આવ્યા છે એમાંથી 2.44 લાખ URL સરકાર તરફથી લીસ્ટ કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર-રાજ્ય સરકારના પ્રયાસ
આના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, ઓનલાઈન પ્લેટફોર્મ પર ખોટું કોન્ટેટ ફેલાતું રોકવા અને તેને ઓળખવા માટે રાજ્ય સરકાર તરફથી પણ એટલા જ પ્રયાસ થઈ રહ્યા છે. રાજ્ય સરકાર પણ આ વિષયને ગંભીરતાથી લઈને કામ કરી રહી છે. ઈન્ડિયન સાયબર ક્રાઈમ કૉ-ઓર્ડિનેશન સેન્ટરે અલગથી આશરે 51 હજાર URL ઓળખીને એક્શન લીધું છે.
આ એવા URLહતા જેમાં સાયબર ફ્રોડ અને અન્ય કેટલાક ગેરકાયદસર કોન્ટેટ હતા. આ સંસ્થા તરફથી જે કોઈ ઓનલાઈન કોન્ટેટની ઓળખ થઈ છે એમાં સાયબર ફ્રોડ પહેલા ક્રમે છે. આ સિવાય ખોટા રોકાણ સંબંધીત, જરૂરી ઈન્ફ્રા.ને ટાર્ગેટ કરવા, ધમકીઓ આપવા તથા બીજી ગેરકાયદેસર એક્ટિવિટી કરવા જેવા વિષય સામેલ છે. સરકારે ઓનલાઈન કોન્ટેટના મોનિટરિંગને એક પડકારજનક જણાવતા દેશમાં સોશિયલ મીડિયાના વધી રહેલા ઉપયોગની વાત કરી હતી.
દેશમાં કેટલા સોશિયલ મીડિયા યુઝર્સ?
દેશણાં આશરે 60 કરોડ સોશિયલ મીડિયા યુઝર્સ હોવાનો અંદાજ છે. એવામાં સરકારનું એવું માનવું છે કે, યુઝર્સ તરફથી મોટી સંખ્યામાં, એક લાર્જ વોલ્યુમ પર કોન્ટેટ જે તે પ્લેટફોર્મ પર ફેંકવામાં આવે છે.એવામાં સારા અને સાચા કોન્ટેટ વચ્ચે ખોટા-ગેરકાયદેસર કોન્ટેટ પણ ફ્લો થઈ જાય છે. આ પછી તેને ઓળખીને તેને દૂર કરવા કઠિન થઈ જાય છે.
સરકારે સ્પષ્ટ કર્યું કે, એક સહયોગ નામની સિસ્ટમની મદદથી કોન્ટેટને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા.આ સિસ્ટમ અંતર્ગત કોઈ સરકારી કર્મચારીને મનઘંડત રીતે રિક્વેસ્ટ મોકલવાની પણ મંજૂરી નથી. આ કેસમાં URLની એક યાદી તૈયાર કરીને તેને ડિલિટ કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી.