Sun May 31 2026

Logo

ઑસ્ટ્રેલિયાને અંતિમ જીતનું આશ્વાસનઃ નિરાશા સાથે વર્લ્ડ કપમાંથી વિદાય...

Pallekele   2026-02-20 22:20:56
Author: Ajay Motiwala
Article Image

ICC Men's T20 World Cup 2026


પલ્લેકેલ: 2022ના ટી-20 વર્લ્ડ કપ વિજેતા ઑસ્ટ્રેલિયાએ શુક્રવારે પલ્લેકેલમાં ઓમાન સામેની આખરી લીગ મૅચ 62 બૉલ અને નવ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. એ સાથે, કાંગારુઓની ટીમે વર્લ્ડ કપમાંથી વિલા મોઢે વહેલી વિદાય લીધી છે.

ખાસ કરીને ઝિમ્બાબ્વે સામેના લીગ મૅચના પરાજયને લીધે ઑસ્ટ્રેલિયા વર્લ્ડ કપની બહાર થયું છે.

ઓમાનની ટીમ એડમ ઝૅમ્પા (Zampa)ની ચાર તેમ જ બાર્ટલેટ અને ગ્લેન મૅક્સવેલની બે-બે વિકેટને લીધે 16.2 ઓવરમાં ફક્ત 104 રન પર આઉટ થઈ ગયું હતું.

ઑસ્ટ્રેલિયાએ કૅપ્ટન મિચલ માર્શ (64 અણનમ, 33 બૉલ, ચાર સિક્સર, સાત ફોર) અને ટ્રૅવિસ હેડ (32 રન, 19 બૉલ, છ ફોર)ના યોગદાનની મદદથી ફક્ત 9.4 ઓવરમાં 1/108ના સ્કોર સાથે વિજય હાંસલ કરી લીધો હતો. ઑસ્ટ્રેલિયા ચારમાંથી બે લીગ મૅચ હાર્યું હતું. 

ગુરુવારે અફઘાનિસ્તાને (4/200) કૅનેડા (8/118)ને 82 રનથી હરાવીને આ સ્પર્ધામાંથી વિદાય લીધી હતી.