Thu Jun 18 2026

Logo

અર્જુન તેંડુલકરના લગ્નમાં ઉમટ્યું બોલીવૂડ; શાહરૂખ-આમિરથી લઈને ઐશ્વર્યા-અભિષેક સુધીના સેલેબ્સનો જોવા મળ્યો રોયલ અંદાજ...

2026-03-05 17:33:33
Author: Darshana Visariya
Article Image

ક્રિકેટના ભગવાન ગણાતા, માસ્ટર બ્લાસ્ટર ઈન્ડિયન ક્રિકેટર સચિન તેંડુલકરના ઘરે હાલમાં એકદમ ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવું હોય પણ કેમ નહીં, ભાઈ જુનિયર તેંડુકલર એટલે કે અર્જુન તેંડુલકર લગ્ન બંધનમાં બંધાયો છે. અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના આ રોયલ વેડિંગ હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. મુંબઈના આલીશાન 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર' (NMACC) ખાતે યોજાયેલા આ ગ્રાન્ડ વેડિંગ સેરેમનીમાં બોલીવૂડ સેલેબ્સથી લઈને પોલિટિશિયન્સે હાજરી આપી હતી. 

અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્નમાં હાજરી આપનારા સેલેબ્સ અને જાણીતી હસતીઓની વાત કરીએ પરંતુ એ પહેલાં સૌથી પહેલા વાત કરીએ યજમાન પરિવાર એટલે કે સચિન તેંડુલકર આણી પરિવારની. દીકરા અર્જુન તેંડુલકરના લગ્નમાં પિતા સચિન તેંડુલકર અને આખો તેંડુલકર પરિવાર ખૂબ જ સુંદર અને ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યો હતો. પરિવારના દરેક સભ્યના ચહેરા પર અર્જુનના લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. 

બચ્ચન પરિવાર ફરી એક વખત દેખાયો સાથે... 

હવે આગળ વધીએ અને વાત કરીએ અર્જુન-સનાયાના લગ્નમાં બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન સાથે હાજરી આપી હતી. ગ્રે સૂટ અને કાશ્મીરી શાલમાં ખૂબ જ બિગ બી હંમેશની જેમ જ પ્રભાવશાળી લાગી રહ્યા હતા. બીજી બાજું વાત કરીએ અભિષેક અને ઐશ્વર્યાની તો લાંબા સમય બાદ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ફરી એક વખત સાથે જોવા મળતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઈવેન્ટ માટે ઐશ્વર્યાએ લાઈટ સ્કાય બ્લ્યુ કલરની એમ્બ્રોઇડરીવાળી સાડી પહેરી હતી, જ્યારે અભિષેકે બ્લેક કુર્તા અને વ્હાઇટ પાયજામામાં ક્લાસિક લુક કેરી કર્યો હતો.

ખાન પરિવારનો જલવો

બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પણ પત્ની ગૌરી ખાન સાથે અર્જુન અને શનાયાના લગ્ન હાજરી આપવા પહોંચ્યો હતો. આ સમયે એસઆરકેએ ઓફ-વ્હાઈટ આઉટફિટ સ્ટાઈલ કર્યો હતો, જ્યારે પત્ની ગૌરી ખાન અને દીકરી સુહાના ખાને યલો ડ્રેસમાં સુંદર લાગતા હતા. જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતો આમિર ખાન પણ રેડ કલરના કુર્તામાં દેશી લુક સ્ટાઈલ કરીને તેંડુલકર પરિવારની ખુશહાલીમાં સામેલ થવા પહોંચ્યો હતો. 

ક્રિકેટર્સનો કુંભ મેળો 

અર્જુન તેંડુલકરના લગ્ના પિતા સચિન તેંડુલકરના જૂના સાથીઓ અને ક્રિકેટ વર્લ્ડના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ પત્ની ગીતા બસરા સાથે પહોંચ્યો હતો. ગીતાએ ગ્રીન ગાઉન-સ્ટાઈલ સાડી પહેરી હતી, જ્યારે ભજ્જીએ ફ્લોરલ નેહરુ જેકેટ અને પાઘડી સાથે પંજાબી અંદાજમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય ક્રિકેટર ઈરફાન પઠાન, સુરૈશ રૈના, શ્રૈયસ અય્યર, એમએસ ધોની પણ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. 

આ સિવાય તેંડુલકર પરિવારના આંગણે આવેલા ઉત્સવમાં હાજરી આપવા માટે ગોવિંદાની ભાણી આરતી સિંહ વ્હાઈટ અને યલો આઉટફિટમાં જોવા મળી. આ સિવાય નેહા ધૂપિયા પણ પહોંચી હતી. આ સમયે નેહા ધૂપિયા અબ્રાહમ અને ઠાકોરની ડિઝાઇનર જ્યોર્જેટ સાડીમાં સ્ટાઇલિશ લાગી રહી હતી. જાણીતા ફિલ્મ દિગ્ગજ નિર્દેશક પત્ની સુનીતા સાથે ટ્રેડિશનલ સિલ્ક સાડી અને કુર્તામાં પહોંચ્યા હતા. 

લગ્નમાં પહોંચેલા પોલિટિકલ મહેમાનોની વાત કરીએ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથજી શિંદે, ભાજપના નેતા આશિષ શેલાર પણ પત્ની પ્રતિમા સાથે આ શુભ પ્રસંગે આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના વેડિંગ ફોટો અને વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યા છે તમે પણ આ ફોટો અને વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...