બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની જોડી હંમેશાથી ફેન્સની ફેવરિટ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)એ આઈપીએલ 2026ની ટ્રોફી હાલમાં જ પોતાના નામે કરી છે. આ શાનદાર જિત બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે આધ્યાત્મિક શાંતિ માટે વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના શરણમાં આશીર્વાદ લેવા પહોંચ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે એરપોર્ટ પરથી અનુષ્કા શર્માનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેના ફોનના વોલપેપરે ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. ચાલો તમને આ વિશે જણાવીએ...
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને જણ અવારનવાર વૃંદાવન ધામ અને પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા પહોંચતા હોય છે. હાલમાં જ આઈપીએલ 2026ની શાનદાર જિત બાદ વિરાટ કોહલી ફરી એક વખત આ પાવર કપલ પ્રેમાનંદજી મહારાજના દર્શને પહોંચ્યું હતું. આ સમયે કપલ એરપોર્ટ પર સ્પોટ થયું હતું. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થયેલા વીડિયોમાં જ્યારે અનુષ્કા શર્મા ગાડીમાં બેસી રહી હોય છે, ત્યારે પેપરાઝીના કેમેરામાં તેના ફોનની સ્ક્રીન કેદ થઈ જાય છે. સામાન્ય રીતે સેલેબ્સ પોતાના ફોન પર પાર્ટનર કે બાળકોનો ફોટો લગાવતા હોય છે, પરંતુ અનુષ્કાના ફોનના વોલપેપરે ફેન્સના દિલ જીતી લીધા છે. એક્ટ્રેસે પોતાના ફોન પર વૃંદાવનના પ્રખ્યાત સંત પરમ પૂજ્ય પ્રેમાનંદ મહારાજનો ફોટો મૂક્યો છે.
બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની આ સાદગી અને આધ્યાત્મિક શ્રદ્ધા જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના દિવાના બન્યા છે અને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ પહેલા વિરાટ કોહલીના ફોનનું વોલપેપર પણ વાયરલ થયું હતું, જેમાં વિરાટે પ્રખ્યાત સંત લીમ કરોલી બાબાનો ફોટો જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કાએ સંત પ્રેમાનંદ મહારાજ પાસેથી ગુરુ દીક્ષા લીધી છે અને ત્યારથી બંને અવારનવાર ગળામાં તુલસીની કંઠી માળા પહેરેલા પણ જોવા મળે છે. વર્ષ 2017માં ઈટાલીમાં લગ્નના બંધનમાં બંધાયેલું આ કપલ આજે એક દીકરી વામિકા અને દીકરા અકાયના માતા-પિતા છે, અને આટલી મોટી સફળતા છતાં તેમની આ ધાર્મિક સાદગીએ લોકોને પ્રેરણા આપી છે.