Mon Jun 01 2026

Logo

RCBની જીત પછી વિરાટ-અનુષ્કાનો આ ક્યુટ વીડિયો જોયો? નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેમેરામાં કેદ થઈ ગઈ આ રોમેન્ટિક ક્ષણ...

2026-06-01 21:02:31
Author: Darshana Visaria
Article Image

આઈપીએલ 2026ની ફાઈનલ્સમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ગુજરાત ટાઈટન્સને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ ભવ્ય જીત બાદ જ્યાં આખું બેંગલુરુ જશ્નમાં ડૂબેલું છે, ત્યાં સોશિયલ મીડિયા પર કિંગ વિરાટ કોહલી અને તેની પત્ની તથા બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો એક અત્યંત ક્યુટ અને ઈમોશનલ ફોટો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ તસવીરમાં અનુષ્કા, વિરાટ કોહલીના કપાળ પર પ્રેમથી કિસ કરતી જોવા મળી રહી છે. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચ બાદ જ્યારે એવોર્ડ સેરેમની પૂરી થઈ, ત્યારે અનુષ્કા શર્મા મેદાન પર આવી હતી. લાંબા સમયની આતુરતા અને સંઘર્ષ બાદ આઈપીએલ ટ્રોફી જીતવાની ખુશી વિરાટના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. 

આરસીબીની ઐતિહાસિક જિત પર અનુષ્કાએ વિરાટને ગળે લગાવીને જિતનું સેલિબ્રેશન કર્યું હતું. એટલું જ નહીં વિરાટ કોહલીના ફોરહેડ પર કિસ કરીને અનુષ્કાએ જિત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પેશિયલ મોમેન્ટના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. વાઈરલ થઈ રહેલા આ ફોટોમાં વિરાટના હાથમાં આઈપીએલની ચમકતી ટ્રોફી પણ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાની આ તસવીર સામે આવતા જ ફેન્સે લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. 'વિરુષ્કા'ના ચાહકો આ ફોટોને આઈપીએલ 2026ની સૌથી બેસ્ટ અને યાદગાર ફોટો ગણાવ્યો હતો. અનેક ફેન્સે આ વાઈરલ ફોટો અને વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, વિરાટના દરેક સુખ-દુઃખમાં સાથ આપનારી અનુષ્કા જ આ ટ્રોફીની સાચી હકદાર છે. તો વળી કેટલાક યુઝર્સે ટ્રોફી અને આ કપલને નજર ન લાગે તે માટે હાર્ટ ઇમોજીસ શેર કર્યા છે.

આઈપીએલની શરૂઆતથી જ વિરાટ કોહલી આરસીબી ટીમનો મુખ્ય હિસ્સો રહ્યો છે. વર્ષોની મહેનત અને ટ્રોફી ન જીતવાનું મહેણું આ વર્ષે ભાંગ્યું છે. રજત પાટીદારની કેપ્ટનશિપ હેઠળ ટીમ સતત બીજી વખત ચેમ્પિયન બની હોવા છતાં, વિરાટ માટે આ ક્ષણ ભાવુક કરનારી હતી. મેચ દરમિયાન પણ અનુષ્કા સ્ટેન્ડ્સમાં બેસીને ટીમ અને વિરાટને સતત ચિયર કરતી જોવા મળી હતી.