તહેરાન: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 22મો દિવસ છે. જોકે, શનિવારે દુનિયાના અનેક દેશોમાં ઈદ ઉજવવામાં આવી રહી છે. આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિઆને ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તમામ મુસ્લિમ રાષ્ટ્રોને સંબોધીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે મુસ્લિમ દેશોને પોતાના ભાઈઓ અને પાડોશીઓ ગણાવ્યા છે. પેઝેશ્કિઆને આગળ કહ્યું, તમે અમારા ભાઈઓ છો તમારી સાથે કોઈ વિવાદ નથી. પેઝેશ્કિઆનનો આ સંદેશ મુસ્લિમ રાષ્ટ્રો સાથે એકતા માટે હાકલ કરે છે. તેમણે તમામ મુસ્લિમ દેશોને ઈદની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
આપણા મતભેદોનો ફાયદો મેળવનાર એકમાત્ર પક્ષ યહૂદી રાજ્ય
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું છે આપણા મતભેદોનો ફાયદો મેળવનાર માત્ર યહૂદી રાજ્ય છે. ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે અમે અલ્લાહને પ્રાર્થના કરીએ છીએ કે તે આપણને તેમની શક્તિ અને એકતા પ્રદાન કરે. જેથી તેમના ઉપદેશોનું પાલન કરીને આપણે ખુશી પ્રાપ્ત કરી શકીએ.
ઈઝરાયલ અને અમેરિકા બંને પર આકરા પ્રહારો કર્યા
إلى الدول الإسلامية وجيراننا الأعزاء، أنتم إخوتنا ولسنا في صدد أي نزاع معكم. المستفيد الوحيد من خلافاتنا هو الكيان الصهيوني.
— Masoud Pezeshkian (@drpezeshkian) March 21, 2026
نسأل الله في #عيد_الفطر أن يمنحنا القوة والوحدة بالعمل بتعاليم #رسول_الله لنيل رضاه.
ઈરાનના રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં ઈઝરાયલ અને અમેરિકા બંને પર આકરા પ્રહારો કર્યા. ઈઝરાયલ અને અમેરિકા બંનેની મોટાભાગની વસ્તી યહૂદી છે. 28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો. આ હુમલા દરમિયાન, ઈઝરાયલી અને અમેરિકન દળોએ ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીને મારી નાખ્યા છે.
40 થી વધુ વરિષ્ઠ ઈરાની લશ્કરી અધિકારીઓ અને નેતાઓ માર્યા ગયા
22 દિવસના યુદ્ધમાં 40 થી વધુ વરિષ્ઠ ઈરાની લશ્કરી અધિકારીઓ અને નેતાઓ માર્યા ગયા છે. આ યુદ્ધ દરમિયાન ઈરાનને નેતૃત્વ અને માળખાગત સુવિધાઓ બંનેમાં નોંધપાત્ર નુકસાન થયું છે. જો કે, ઈરાને પણ ઈઝરાયલથી લઈને અમેરિકા સુધીના લશ્કરી અને ઉર્જા સ્થાપનો પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ કરીને સમગ્ર મધ્ય પૂર્વમાં વિનાશ વેર્યો છે.