Tue Jul 07 2026

Logo

ટીનુ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચે ફોન કોલ મુદ્દે રાજકારણ ગરમાયું, પોલીસ તપાસની માંગ

2026-07-07 21:47:44
Author: Chandrakant Kanoja
Article Image

અયોધ્યા: અયોધ્યા રામમંદિર ચોરીમાં રાજકારણ ગરમાયું છે. જેમાં હવે રામ મંદિર દાન ચોરી કેસના આરોપી ટીનુ યાદવ અને સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ વચ્ચે ફોન કોલના પગલે મામલો ગરમાયો છે. આ બાબતને વિપક્ષે ખોટી ગણાવીને અનેક લોકો વિરુદ્ધ પોલીસ તપાસની માંગ કરી છે. 

સાંસદ નિશિકાંત દુબે  વિરુદ્ધ  પોલીસ ફરિયાદની માંગ 

જેમાં રામમંદિર દાન ચોરી કેસનો આરોપી ટીનુ યાદવે સપા પ્રમુખ અખિલેશ યાદવને 980 ફોન કર્યા હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે. આ આરોપને અખિલેશ યાદવને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવીને  સપાએ કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. જેમાં સાંસદ નિશિકાંત દુબે સહિત અનેક વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધવાની માંગણી કરવામાં આવી છે.

અખિલેશ યાદવ સાથે 980 વખત ફોન પર વાતચીત કરી

સમાજવાદી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ શ્યામ કૃષ્ણ શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરાયેલી ઔપચારિક ફરિયાદમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક દાવો  કરવામાં આવી રહ્યો છે કે રામ મંદિર દાન ચોરીના આરોપી ટીનુ યાદવે છેલ્લા અઢી વર્ષમાં અખિલેશ યાદવ સાથે 980 વખત ફોન પર વાતચીત કરી હતી.

કાનૂની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી

આ ફરિયાદમાં સાંસદ નિશિકાંત દુબે, પ્રિયંકર રાય, અખિલેશ સિંહ પર  ટીવી ચેનલ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ જોડે આ ભ્રામક સામગ્રી પ્રસારિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમજ પોલીસ પાસે સમગ્ર મામલાની તપાસ કરવા, સંબંધિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ,પોસ્ટ્સ અને પ્રસારિત સામગ્રીની સત્યતા ચકાસવા અને દોષિત પક્ષો સામે કેસ નોંધીને કાનૂની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.