નવી દિલ્હીઃ વિદેશ યાત્રા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ અને એર ઈન્ડિયાની પસંદગી કરી હશે હવે ફાયદો થવાનો છે. એર ઈન્ડિયાએ ઈન્ટરનેશલ ફ્લાઈટ ઑપરેશન પર એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો છે. ખાસ કરીને ચોક્કસ રૂટ પરનું ટિકિટ ભાડું ઓછું કરવાનો નિર્ણય લીધો છે. ફ્યૂઅલ સરચાર્જમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ આની એક અસર ટિકિટ પર થઈ છે. નવો ભાવ 1 જુલાઈ 2026થી લાગુ કરી દેવાયો છે. ખાસ કરીને લાંબા રૂટની મુસાફરી કરનારા પ્રવાસીઓને આ ટિકિટના દરથી મોટો ફાયદો થવાની છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને લઈને એરઈન્ડિયા સહિત અનેક એવી એરલાઈન્સે ઈન્ટરનેશલ ટિકિટના ભાવમાં વધારો કર્યો હતો. એ પછી હવે મિડલ ઈસ્ટમાં સ્થિતિ થોડી નિયંત્રિત થતા એર ઈન્ડિયાએ મોટું પગલું ભર્યું છે.
આ રૂટ પર ટિકિટ દર ઘટ્યા
એર ઈન્ડિયાએ યુરોપ, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન પરના રૂટ પર જતી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ફ્યૂલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે. આ વિષય પર એવિએશન ઈન્ડસ્ટ્રીના જાણકારો એવું પણ કહે છે કે, એરલાઈન્સના કુલ ફ્લાઈટ ઑપરેશનમાં થતા ખર્ચમાં ટર્બાઈન ફ્યૂઅલનો ભાગ આશરે 40થી 45 ટકા હોય છે. એવામાં ફ્યૂલ હવે સસ્તુ થતા એનો ફાયદો એરલાઈન્સે ટિકિટ ખરીદનારાઓને કરાવ્યો છે. આ કારણે ટિકિટના ભાવમાં ઘટાડો થવો એ સ્વીકાર્ય માનવામાં આવે છે.જો વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિમત કોઈ રીતે કંટ્રોલમાં આવે છે તો આવનારા સમયમાં અન્ય એરલાઈન્સ કંપનીઓ પણ પોતાની ટિકિટભાડામાં ઘટાડો કરવાનો વિચાર કરી શકે છે. હાલમાં આ પ્રકારની છૂટ લાંબા અંતરની હવાઈ મુસાફરી પર જ આપવામાં આવી રહી છે.એરઈન્ડિયાએ ડૉમેસ્ટિક અને અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય રૂટ પર લાગુ કરાયેલા ફ્યૂઅલ સરચાર્જમાં ફેરફાર કર્યો નથી.
પ્રવાસીઓને મોટી રાહત
એરલાઈન્સ કંપનીઓ ફ્યૂઅલના ભાવ પર સતત નજર રાખી રહી છે. હવે ક્રૂડ ઓઈલની કિંમતમાં ફેરફાર થયો તો ટિકિટના દરમાં સામાન્ય પ્લસ માઈન્સ થઈ શકે છે. નવી વ્યવસ્થા હેઠળ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ્સ પર ફ્યૂઅલ સરચાર્જ પ્રતિ ટિકિટ $280 થી ઘટાડીને $200 કરવામાં આવ્યો છે. આ દરમિયાન, યુરોપ અને યુકે માટે ચાર્જ પ્રતિ ટિકિટ $205 થી ઘટાડીને $125 કરવામાં આવ્યો છે. આ ચોક્કસ રૂટ પર ઇંધણ સરચાર્જમાં આશરે 39% સુધીનો ઘટાડો દર્શાવે છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં તીવ્ર વધારો થયા બાદ એર ઇન્ડિયાએ એપ્રિલ 2026 માં ઈંધણમાં સરચાર્જ લાદ્યો હતો. તે સમયે, એરલાઇનના સંચાલન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હતો. હવે, તેલના ભાવમાં ઘટાડો થતાં, કંપનીએ મુસાફરોને રાહત આપવાનો નિર્ણય લીધો છે.