Wed Sep 09 2026

Logo

ઈરાન યુદ્ધ અને વધતા લોજિસ્ટિક્સ ખર્ચની અસરઃ ઝોમેટોએ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ફીમાં કર્યો વધારો

2026-03-20 18:00:47
Author: Vimal Prajapati
ઈરાન યુદ્ધ અને વધતા લોજિસ્ટિક્સ ખર્ચની અસરઃ ઝોમેટોએ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ફીમાં કર્યો વધારો

નવી દિલ્હીઃ ઈરાન યુદ્ધની અસર ભારત પર પણ થઈ રહી છે. દેશમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારા બાદ ઈન્ડસ્ટ્રિયલ ડીઝલ પણ મોંઘુ થયું છે ત્યારે હવે ઝોમેટોએ પણ પોતાની પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઝોમેટોએ હવે પ્રતિ ઓર્ડરે 2.40 રૂપિયાનો વધારો કર્યો છે. આ છેલ્લી વખત સપ્ટેમ્બર 2025માં કરાયેલા ફીમાં વધારો કરવામાં આવ્યો હતો તે પછી હવે ફરી પ્લેટફોર્મ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. 

પ્રતિઓર્ડરે ગ્રાહકને 14.90 રૂપિયા આપવા પડશે

આ વધારો ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારા અને વધતા લોજિસ્ટિક્સ ખર્ચને કારણે કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ફી વધારાથી ગ્રાહકો સીધી અસર થવાની છે. વિગતે વાત કરીએ તો ઝોમેટો તેના પ્લેટફોર્મ ફીમાં ₹ 2.40નો વધારો લાગુ કર્યો છે, જેના પગલે ગ્રાહકોએ હવે દરેક ઓર્ડર પર ₹14.90 જેટલી પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. આ નવા દરો શુક્રવાર, 20 માર્ચ, 2026ના અમલમાં આવ્યો છે. આ ફીમાં જીએસટી અલગથી લેવાશે. 

શરૂઆતમાં માત્ર 2 રૂપિયા પ્લેટફોર્મ ફી હતી

ઝોમેટો દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાની વાત કરવામાં આવે તો, ઝોમેટો ઓગસ્ટ 2023 માં પ્લેટફોર્મ ફી પેટે પ્રતિ ઓર્ડર માત્ર 2 રૂપિયા લેવાનું શરૂ કયું હતું. બાદમાં જાન્યુઆરી 2024માં 4 રૂપિયા, ઓક્ટોબર 2025માં 10 રૂપિયા, સપ્ટેમ્બર 2025માં 12.50 અને હવે માર્ચ 2026માં પ્લેટફોર્મ ફી 14.90 રૂપિયા કરી દેવામાં આવી છે. 
મધ્યપૂર્વના યુદ્ધની આડમાં અનેક રીતે ભાવ વધારો કરીને લોકોને લૂંટમાં આવી રહ્યાં છે. વાસ્તવમાં જે ક્ષેત્રમાં યુદ્ધની અસર નથી તેમાં પણ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે.