નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર યોગરાજ સિંહ (Yograj Singh) તેમના દીકરા યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખોરવાઈ ગઈ હતી તેમ જ પછીથી વહેલી પૂરી થઈ ગઈ હતી એવા આક્ષેપ સાથે ભૂતકાળમાં ઘણી વખત મહેન્દ્રસિંહ ધોનીની આકરા શબ્દોમાં ટીકા કરી ચૂક્યા છે અને પોતાની કરીઅરમાં કપિલ દેવ તેમને નડ્યા હતા એવું પણ ઘણી વાર કહી ગયા છે, પરંતુ યુવરાજ સિંહે (Yuvraj Singh) તેના પિતાના બધા બફાટ બદલ ધોની (Dhoni) તેમ જ કપિલ દેવ (Kapil Dev)ની માફી માગી છે.
ધોની કે કપિલે સજ્જનતા બતાવીને ક્યારેય યોગરાજ સિંહના બબડાટ બદલ મીડિયામાં સામી પ્રતિક્રિયા નથી આપી અને કોઈ વિવાદ પણ ઊભો નથી કર્યો. જોકે ખુદ યુવરાજે તાજેતરમાં એક જાણીતા પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂમાં ધોની તેમ જ કપિલની માફી માગતા કહ્યું છે `મારા પિતાની ટિપ્પણીઓ ઠીક ન કહેવાય અને હું બન્ને દિગ્ગજોની માફી માગું છું. ખુદ ધોની અને કપિલ સારી રીતે જાણે છે કે મારા પિતાએ જે ટિપ્પણીઓ કરી છે એ તેમના વિચારો છે, મારા નથી.'
YUVRAJ PODCAST: Teaser: Yuvraj Singh Opens Up on Dhoni, Virat-Kohli and The Back Story of Abhishek
— Sports Tak (@sports_tak) April 2, 2026
👉Full Podcast coming soon on the Sports Tak YouTube channel. @vikrantgupta73 @YUVSTRONG12 #YuvrajSingh #Podcast #SportsTak #Interview pic.twitter.com/RjyIq2ooLk
યોગરાજ સિંંહ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેમના પુત્રએ ટીમ ઇન્ડિયામાંથી વહેલું નીકળી જવું પડ્યું એ માટે કૅપ્ટન ધોની જવાબદાર હતો. યોગરાજે એવી કમેન્ટ કરી હતી કે `2011ના વન-ડે વર્લ્ડ કપ બાદ મારો પુત્ર ફરી ટીમ ઇન્ડિયામાં સામેલ થવા કૅન્સર સામે સફળતાથી લડ્યો હતો. જોકે પછીથી 2019ના વર્લ્ડ કપમાં પણ તેને રમવું હતું, પરંતુ ધોનીને કારણે તેને ટીમમાં પાછું નહોતું આવવા મળ્યું અને છેવટે નિવૃત્તિ જાહેર કરી દેવી પડી હતી. હું એ બદલ રાંચીના એ માણસને ક્યારેય માફ નહીં કરું.'
Yuvraj Singh’s impact in the 2011 ICC Cricket World Cup:
— Cricketopia (@CricketopiaCom) April 2, 2026
• Scores: 58, 50*, 51*, 113, 57*, 21*
• Figures: 5/31, 2/43, 2/18, 2/44, 2/57, 2/49
• 363 runs @ 90.5
• 15 wickets @ 25.13
Delivered match after match, battling relentless pain - a warrior who carried India to glory. pic.twitter.com/kKzt6e8h4p
કપિલ દેવ યુવાનીના સમયકાળમાં નૉર્થ ઝોન તથા હરિયાણાની ટીમના સુકાની હતા અને ત્યારે પોતાને કારણ વગર ડ્રૉપ કરવામાં આવ્યો હોવાનું યોગરાજ સિંહનું કહેવું છે. યોગરાજે એ બદલ કપિલની ભૂતકાળમાં ઘણી ટીકા કરી હતી. જોકે યુવરાજ સિંહે પૉડકાસ્ટ પરની પેટછૂટી વાતચીતમાં કહ્યું છે, `મારા પિતાએ કરેલી ટિપ્પણીઓ બદલ હું કપિલ અને ધોની, બન્નેની માફી માગું છું. કપિલ પાજી ભારતના મહાન ક્રિકેટર છે. હા, મારા પિતા સાથે તેમના કેવા સંબંધો હતા એ હું નથી જાણતો, કારણકે હું ત્યારે જન્મ્યો પણ નહોતો. ધોની સાથે હું ઘણું રમ્યો છું. એ સમયમાં મારી ઘણી અપેક્ષાઓ હતી, પણ મેં મારા પિતાને કહ્યું છે કે તમે જે ટિપ્પણીઓ કરી રહ્યા છો એ ઠીક ન કહેવાય, કારણકે એની સીધી મારી પ્રતિભા પર અસર પડે. હું તેની સાથે રમ્યો છું એટલે તમે તેના (ધોની) વિશે આવું બધુ ન બોલો તો સારું.'
Reporter : Do you think Yograj singh is right about Ms Dhoni and Kapil Dev?
— GAUTAM 🏴 (@gaandfaadtits) April 2, 2026
Yuvraj Singh : "Yes, both Ms Dhoni and Kapil Dev are credit stealers and I would like them to apologise to the media for always trying to steal the spotlight". pic.twitter.com/P6YUyNtaSn